Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: નશામાં ઉપયોગમાં લેવાતી કફશીરપની 900 બોટલ સાથે એક આરોપીની પોલીસે કરી ધરપકડ

અમદાવાદમાં ડ્રગ્સ વેચવાનો ધંધા પર શહેર પોલીસ અને એસઓજી ક્રાઇમની ભિસ વધતા હવે નશાનો કાળો કારોબાર કરતા ડીલર અને પેડલર નવી એમઓ સાથે વેપાર કરી રહ્યા છે

X

રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં ડ્રગ્સ વેચવાનો ધંધા પર શહેર પોલીસ અને એસઓજી ક્રાઇમની ભિસ વધતા હવે નશાનો કાળો કારોબાર કરતા ડીલર અને પેડલર નવી એમઓ સાથે વેપાર કરી રહ્યા છે ત્યારે શહેર એસઓજી ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે એક આરોપીને 900 બોટલ ગેરકાયદેસર કફ સિરપ બોટલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી શહેર પોલીસ અને વિવિધ એજન્સીઓ ડ્રગ્સ માફિયાઓ સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે પોલીસની પકડથી બચવા હવે નશો કરવા અને નશાનો વેપાર કરવા કફ સીરપનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે પ્રતિબંધિત કફ સિરપ મોટા પ્રમાણમાં અમદાવાદમાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ એસઓજીને બાતમી મળી હતી કે દાણીલીમડા વિસ્તારમાં એક ઓટો રિક્ષામાં 900 જેટલી પ્રતિબંધિત કફ સીરપનો જથ્થો આવી રહ્યો છે.આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તે ઓટો રીક્ષાને રોકી હતી અને રિક્ષા ચલાવતા શિવશંકર રામ અવતાર કેવડ નામના વ્યક્તિની તપાસ કરતા 900 કફ સિરપની બોટલ મળી આવી હતી જેની બજાર કિમત લગભગ 2 લાખની આસપાસ થાય છે.આ કફ સિરપ પ્રતિબંધિત હોય અને તેનો નશા માટે ઉપયોગ થતો હોય પોલીસે તેમની ધરપકડ કરી હતી.

Next Story