/connect-gujarat/media/post_banners/85ee8a903b709c3f1fc9f09cf42fbafd26f31bd431bbbb9ad0894f38068bb27f.jpg)
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય ખાતે આજરોજ મહત્વની બેઠક યોજાય હતી જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસનાં નિરીક્ષકો હાજર રહ્યા હતા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત નબળી દેખાઈ રહી છે ગઈકાલે કોંગ્રેસ સાથે સતત 40 વર્ષથી સંકળાયેલા દિગ્ગજ નેતા નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજૂ પરમાર પક્ષને અલવિદા કહીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ સ્થિતિમાં પણ ટકી રહેવા માટે કોંગ્રેસ દ્વારા મથામણ શરૂ કરવામાં આવી છે. આજે કોંગ્રેસનાં નિરીક્ષક ટી.એસ.સિંહ દેવ તેમજ પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરાની હાજરીમાં અમદાવાદમાં એક બેઠક મળી હતી.કોંગ્રેસની આ બેઠકમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર હાજર રહ્યા હતા તો સાથે જ લોકસભા બેઠક દીઠ AICC ઓબ્ઝર્વર અને સ્થાનિક કક્ષાએ PCCના બે નિરીક્ષકો બેઠકમાં ઉપસ્થિત હાજર રહ્યા હતા.ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર શું સ્થિતિ છે તેનો અહેવાલ અને આગામી રણનીતિ આ બેઠકમાં નક્કી કરવામાં આવી હતી.