અમદાવાદ: મહિલાને બજારમાં વેચી નાખવાની ધમકી આપનાર નણદોઈની ધરપકડ,જુઓ શું છે મામલો

New Update
અમદાવાદ: મહિલાને બજારમાં વેચી નાખવાની ધમકી આપનાર નણદોઈની ધરપકડ,જુઓ શું છે મામલો

અમદાવાદ મહિલા ક્રાઇમ પોલીસે એક ચર્ચાસ્પદ ઘટનાના આરોપીની ધરપકડ કરી છે. આ એવો આરોપી છે જેણે પોતાના સાળાની પત્નીને બજારમાં વેચી નાખવાની ટેલિફોનિક ધમકી આપી હતી.આ ઘટનાની ફરિયાદ નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો પરંતુ આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાંચના સકંજામાં દેખાતા આ આરોપીનું નામ છે રમજાન અકબરઅલી તવર... ફરિયાદી મહિલાનો આરોપ છે કે આરોપીએ તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી.. એટલું જ નહીં ફરિયાદી મહિલાએ પોતાના પતિ સબ્બીર વિરુદ્ધ શારીરિક અત્યાચાર કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.. ફરિયાદ નોંધાતા આરોપી પતિ ફરાર થઇ ગયો છે..

ફરિયાદની હકીકત જાણીને પોલીસ ના સકંજામાં દેખાતા આ નણદોઇએ ફરિયાદી મહિલાને ધમકી આપી અને તારી કિંમત બોલ તને ખરીદી લઈશ અને બજારમાં વેચી નાખીશ તેવી ટેલિફોનિક ધમકી આપતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં ફરિયાદના આધારે પોલીસે આરોપી રમજાન અકબરઅલી તવર ની રાજસ્થાનના લાડીનુ ધરપકડ કરી લીધી છે.

Latest Stories