/connect-gujarat/media/post_banners/96948e91b34c6b931b1425abd79cfe173721b22070fe4b5c57e46c592a094733.jpg)
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં રિક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો હતો દરમ્યાન તેઓએ ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વૈષ્ણૌદેવી સર્કલ પાસે રિક્ષાચાલકો સાથે સંવાદ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે રિક્ષાચાલકો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે આજે હું કહેવા માગું છું કે ભાજપે આખા દેશને ડરાવીને રાખ્યો છે. ગુજરાતમાં કેટલા પૈસા આપ્યા છે ? સરકારી સ્કૂલમાં કેવી શિક્ષણ છે ? બેકાર છે કે સારી છે ? અમારી સરકાર બનાવો હું તમારા બાળકોને ડોકટરો અને એન્જિનિયર બનાવીશ. સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે અને મજબૂરીમાં ભણાવે છે.અરવિંદ કેજરીવાલની ફ્રીની રેવડી સૌને જોઈએ છે. અમે મફતની રેવડી આપીશું. ભાજપ કહે છે કે અમે મફતની રેવડી નહિ આપીએ એટલે સરકારી સ્કૂલોમાં સારું શિક્ષણ નહિ આપીએ એટલે આ લોકોને વોટ આપવાની જરૂર નથી અમને વોટ આપો. ગુજરાતમાં દરેક રિક્ષાચાલકો જે પણ મુસાફરો બેસે તેમને કહો આમ આદમી પાર્ટીને વોટ આપો. દિલ્લીમાં રિક્ષાચાલકોએ આ રીતે કર્યું હતું. આ લોકો દ્વારા MLAને ખરીદવામાં આવે છે, ઝેરી દારૂ વેચવામાં આવે છે. અમને એક મોકો આપો. દિલ્લી અને પંજાબમાં લોકોએ અમને મોકો આપ્યો છે ગુજરાતમાં એક મોકો આપો તો તમારી સાથે મળી બદલાવ લાવીશું.અમદાવાદ: અરવિંદ કેજરીવાલનો રિક્ષા ચાલકો સાથે સંવાદ, ભાજપ પર કર્યા પ્રહારો