New Update
/connect-gujarat/media/media_files/1aaa.jpg)
અમદાવાદ શહેરના મણીનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/3aaa.jpg)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા અમદાવાદ શહેરના મણીનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ IHBTની ટીમ દ્વારા વિશેષ સેવા આપવામાં આવી હતી. સમગ્ર રક્તદાન શિબિરમાં મણીનગર વિસ્તારના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-કર્ણાવતી પૂર્વ વિભાગ કાર્યવાહ ધર્મેન્દ્ર ત્રિવેદી, પૂર્વ વિભાગસહ સેવા પ્રમુખ સંજય બ્રહ્મભટ્ટ સહિત અનેક ગણમાન્ય લોકો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories