અમદાવાદ: ATMમાં મદદના બહાને લોકોને છેતરતી ગેંગ ઝડપાય, જુઓ CCTV

અમદાવાદની ઇસનપુર પોલીસને મળી સફળતા, ATMમાં મદદના બહાને લોકોને છેતરતી ગેંગની ધરપકડ.

અમદાવાદ: ATMમાં મદદના બહાને લોકોને છેતરતી ગેંગ ઝડપાય, જુઓ CCTV
New Update

ATMમાંથી પૈસા કાઢવામાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતવું જરૂરી છે કારણ કે તમે મદદ લેવામાં લૂંટાઈ શકો છો. આવા જ ગુનાને અંજામ આપનાર ગેંગ પોલીસ સકંજામાં આવી ગઈ છે. મદદ ના નામે ATM કાર્ડ બદલીને ઠગાઈ કરતી ગેંગના ત્રણ લોકોને ઈસનપુર પોલીસે ઝડપી પાડી ATM ફ્રોડ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

થોડા દિવસો પહેલા અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં ATMમાં પૈસા જમા કરાવવા ગયેલા મહિલા ખાતામાં પૈસા જમા ન થતા પાછળ ઉભેલા વ્યક્તિએ મદદ કરવાનું કહીને ATM કાર્ડ બદલી 40 હજારથી વધુ રકમ ઉપાડી ઠગાઈ કરી હતી.જેની ફરિયાદ ઇસનપુર પોલીસને મળતા તપાસ શરુ કરવામાં આવી હતી જેમાં પોલીસે સીસીટીવી ચેક કરતા એક આરોપીની ઓળખ થતા ગોવિંદવાડી પાસેથી પોલીસે સમગ્ર ગેંગની ધરપકડ કરી હતી.પોલીસે આ મામલે આરોપીની પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

પોલીસના કહેવા મુજબ આરોપીની મોડ્સ ઓપરેન્ડી અલગ છે તેઓ અલગ અલગ વિસ્તારમાં ATM પાસે ઊભા રહીને વૃદ્ધો કે મહિલાઓ જે ATMમાં પૈસા કાઢવા કે જમા કરાવવા જાય તો તેની પાછળ જઈને પીન નંબર જોઈ લેતા હતા. આ દરમિયાન મદદ કરવાનું કહીને જે તે વ્યક્તિનું ઓરીજીનલ એટીએમ કાર્ડ લઈ લેતા હતા અને તેના જેવું કાર્ડ આપી રવાના કરી દેતા હતા. બાદમાં જે તે વ્યક્તિના ઓરીજીનલ ATM કાર્ડ માંથી પૈસા કાઢી લઈ લોકોના નાણાં પડાવી લેતા હતા. ઇસનપુર પોલીસે શ્યામ રાઠોડ, સમસુદ્દીન મન્સૂરી અને સતીશ રાઠોડ નામના આરોપીઓની ધરપકડ કરી છે.

આ ત્રણેય શખ્સોએ શહેરના અનેક લોકોને એટીએમ માં મદદ ના નામે છેતર્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે 13 ATM કાર્ડ, 40 હજાર રોકડ અને 4 મોબાઈલ અને ઓટો રિક્ષા સહિત 1.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.   

#Ahmedabad #Crime branch #ATM #Ahmedabad Police News #Connect Gujarat News #ATM Scam #ATM Fraud Gang
Here are a few more articles:
Read the Next Article