અમદાવાદ : કિશનની હત્યામાં પાકિસ્તાન કનેકશન હોવાનો ATSનો ઇન્કાર, વધુ 3 આરોપી ઝબ્બે

મૌલાના કમરગની જ યુવાનોનું બ્રેઇન વોશ કરતો હતો, મૌલાનાએ બનાવેલાં TFI નામના સંગઠનની ચાલતી તપાસ

New Update
અમદાવાદ : કિશનની હત્યામાં પાકિસ્તાન કનેકશન હોવાનો ATSનો ઇન્કાર, વધુ 3 આરોપી ઝબ્બે

ધંધુકાના કિશન ભરવાડ હત્યાકેસમાં પાકિસ્તાન કનેકશનની ચર્ચા પર એટીએેસની ટીમે ઠંડુ પાણી રેડી દીધું છે. કિશનની હત્યાના તાર પાકિસ્તાના સાથે જોડાયેલા હોવાની વાતનો તપાસ ટીમે ઇન્કાર કરી દીધો છે.

ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે રોજબરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. મૌલાના કમરગની ઉસમાની અને મૌલાના ઐયુબની પૂછપરછમાં નવી વાતો સામે આવી રહી છે. કમર ગનીએ જે TFI નામનું સંગઠન બનાવ્યું હતું તેનું લખનઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સંગઠનના સભ્યો બનાવી રોજના એક રૂપિયાનું દાન સ્વીકારવામાં આવતું હતું. આ વિગતો સામે આવ્યાં બાદ હવે એટીએસની ટીમ સંગઠનના બેંક ખાતાઓની તપાસ કરી રહી છે. બેંકના નાણાકીય વ્યવહારોના તપાસ કેન્દ્રીય એજન્સીઓ પણ કરી રહી છે. જો કે મહત્વની વાત એ છે કે દિલ્હીથી ઝડપાયેલો મૌલાના કમર ગની અને આરોપી શબ્બીરની મુલાકાત અમદાવાદમાં જ થઇ હતી. શાહઆલમની મોટી મસ્જિદમાં બંને મળ્યાં હોવાનું બહાર આવી રહયું છે.

બીજી તરફ આ કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓએ હત્યાના આરોપીઓને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી હોવાનું જણાવાય રહયું છે. સમગ્ર મામલે ATSએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે સમગ્ર મામલે પાકિસ્તાનનું કોઈ કનેક્શન નથી. પાકિસ્તાન કનેક્શનની વાત ખોટી વાત છે. દિલ્હીથી ઝડપાયેલો મૌલાના કમર ગની ઉસમાની કટ્ટરવાદી માનસિકતા ધરાવતા હોય તેવા યુવાનોનું બ્રેઇન વોશ કરતો હતો. આવા ઘણા યુવાનો મૌલાના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે.

Latest Stories