Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ATSની ટીમે જખૌના દરિયાકિનારેથી 400 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની લોકોની કરી ધરપકડ

ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. ગુજરાત ATSની ટીમે કચ્છના જખૌના દરિયાકિનારેથી 400 કરોડનું 77 કિલો હેરોઇન સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે.

X

ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. ગુજરાત ATSની ટીમે કચ્છના જખૌના દરિયાકિનારેથી 400 કરોડનું 77 કિલો હેરોઇન સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે.

ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સની હેરાફેરી માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. સઘન ચેકિંગ અને કડક બંદોબસ્ત હોવા છતાં ડ્રગ્સની હેરાફેરી બેફામપણે ચાલી રહી છે. ત્યારે કચ્છમાં જખૌના દરિયાકાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાં લવાતું 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે અને સાથે જ 6 પાકિસ્તાની લોકોની ધરપકડ કરી છે.

ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, કચ્છના જખૌ દરિયાકિનારે બાતમીના આધારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 'અલ હુસૈની' નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતાં એમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. એટલું જ નહીં, જખૌ દરિયાકાંઠે ઓપરેશન દરમિયાન 6 પાકિસ્તાની લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તમામ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે હાજી હસન અને હાજી હાસમ નામના કરાચીના રહેવાસી છે તે આ સિન્ડિકેટ ચાલવે છે. મહત્વનુ છે કે, 2020માં જે ડ્ર્ગ્સ પકડાયું હતું તેમાં પણ હાજી હસન વોન્ટેડ છે. હાલ તો એટીએસ તમામ આરોપીની પૂછપરછ કરી રહી છે.

Next Story