અમદાવાદના સંવેદનશીલ ગણાતાં દરિયાપુર વિસ્તારમાં વીજચેકિંગ માટે ગયેલી ટીમ પર ટોળાએ હુમલો કર્યો હતો જેમાં 3 પોલીસ કર્મીઓ સહિત સાત લોકોને ઇજા પહોંચી છે.અમદાવાદમાં વીજ ચોરી મામલે દરિયાપુર વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ટોળાના હુમલાની ઘટના સામે આવી છે. શહેરમાં અનેક વિસ્તારમાં વીજ ચોરી થાય છે તેવી માહિતી ટોરેન્ટ પાવર કંપનીને મળી હતી. જેના આધારે શહેરના દરિયાપુર વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.. ગુરૂવારની વહેલી સવારથી દરિયાપુર વિસ્તારમાં આવેલી નગીના પોળ અને તેની આસપાસના વિસ્તારમાં ટોરેન્ટની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. વીજકંપનીની ટીમને જોઇને લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું અને ટીમ પર હુમલો કર્યો જેમાં સાત લોકોને ઇજા પહોંચી. ઇજાગ્રસ્તોમાં ટોરેન્ટ કંપનીના ચાર કર્મચારી અને ત્રણ પોલીસ જવાનોનો સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં ધારાસભ્ય ગ્યાસુદીન શેખ સ્થળ પર દોડી આવ્યાં હતાં અને મામલો થાળે પાડયો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગેરસમજના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે.
અમદાવાદ : દરિયાપુરમાં ચેકિંગ કરવા ગયેલી વીજકંપનીની ટીમ પર હુમલો, સાત કર્મચારીઓ ઘાયલ
દરિયાપુર વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.વીજકંપનીની ટીમને જોઇને લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું
New Update
Latest Stories