Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: આંખમાં મરચાની ભૂકી નાંખી રૂ.2 કરોડની લૂંટનો પ્રયાસ,જુઓ દિલધડક CCTV ફૂટેજ

X

વસ્ત્રાપુરમાં આંગડિયા પેઢીના કર્મચારીને આંખમાં મરચું નાખીને રૂપિયા 2 કરોડની લૂંટનો પ્રયાસ સામે આવ્યો છે.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે જેમાં આંગડિયા પેઢીના કર્મચારીએ હિંમત દાખવીને આરોપીને ઝડપી પાડ્યો છે વસ્ત્રાપુર પોલીસે લૂંટના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

CCTV દ્રશ્યોમાં અમદાવાદના વસ્ત્રાપુર ની દિલધડક લૂંટ કેદ થઈ.. જેમાં એક્ટિવા પર બુકાની બાંધીને આવેલો લૂંટારો આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને પૈસા ભેરલી બેગની લૂંટ કરીને ફરાર થઈ રહ્યો છે પરંતુ બહાદુર કર્મચારીએ તેની એક્ટિવા ઝડપી લીધી. આ દરમ્યાન અન્ય વેપારીઓ અને પોલીસ પહોંચી જતા લૂંટારું પોલીસ પકડમાં આવી ગયો.. ઘટનાની વાત કરીએ તો સી જી રોડ પર આવેલી મહેન્દ્ર સોમાભાઈ આંગડિયા પેઢીનો કર્મચારી સુનિલ ચૌહાણ IDBI બેન્કમાં પૈસા ઉપાડીને નીકળી રહ્યો હતો.કર્મચારીએ પૈસા ગાડીમાં મુક્યાં અને ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે આંખમાં મરચું નાખીને રૂ 2 કરોડની બેગની લૂંટનો પ્રયાસ કર્યો હતો.. 2 કરોડની લૂંટના પ્રયાસ માં ઝડપાયેલ આરોપી અંકુર સોની છે . 25 વર્ષનો અંકુર ચંદલોડિયાનો રહેવાસી છે. આ આરોપી સી જી રોડની આંગડિયા પેઢીમાં આવતો જતો હતો. જેથી બપોરે 3.30 વાગે કર્મચારી સુનિલ ચૌહાણ આંગડિયા પેઢીથી idbi બેંકમાં પૈસા ઉપડવા નીકળ્યા. ત્યારે અંકુર એક્ટિવા લઈને ત્યાં પહોંચ્યો.. અને આંખ માં મરચું નાખીને 2 કરોડની લૂંટ કરી.. અંકુરને ખબર હતી કે મહેન્દ્ર સોમાભાઈ આંગડિયા પેઢીના કર્મચારી કરોડો રુપિયા બેન્કમાં ભરવા અને ઉપડવા જતા હોય છે. જેથી આરોપીએ પીછો કરીને લૂંટને અજામ આપ્યો.પરતું લૂંટ કરીને ભાગે તે પહેલાં જ ઝડપાઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story