Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ન્યૂઝ રીચ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કનેક્ટ ગુજરાતને એવોર્ડ એનાયત, ક્વોલિટી ન્યૂઝની સરાહના

અમદાવાદમાં ન્યુઝ રીચ નામના પ્લેટફોર્મ દ્વારા એક સેમિનાર યોજાયો હતો જેમાં અનેક જાણીતા પત્રકાર અને તજજ્ઞ જોડાયા હતા.

X

અમદાવાદમાં ન્યુઝ રીચ નામના પ્લેટફોર્મ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર સ્થિત કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના કન્ટેન્ટ અને ક્વોલિટી ન્યૂઝ બાબતે અભિનંદન પાઠવી પુરષ્કાર એનાયત કરવામાં આવ્યો હતો

અમદાવાદમાં ન્યુઝ રીચ નામના પ્લેટફોર્મ દ્વારા એક સેમિનાર યોજાયો હતો જેમાં અનેક જાણીતા પત્રકાર અને તજજ્ઞ જોડાયા હતા.આ સેમિનારમાં સમાચારને લગતી મુશ્કેલીઓ અને ચર્ચા કરવામાં આવી તો સાથે જ વેબ ચેનલો રેવન્યુ કઈ રીતે જનરેટ થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ એક પ્લેટફોર્મ પર તમામ સમાચાર મળી રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવી તો રાજ્યની શ્રેષ્ઠ વેબ ચેનલોને સર્ટિ અને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કનેક્ટ ગુજરાતને પણ આ સેમિનારમાં ભાગ લેવા બદલ સર્ટિફિકેટ તેમજ રોકડ પુરષ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ કનેક્ટ ગુજરાતના સમચારમાં કન્ટેન્ટ અને ક્વોલિટી ન્યૂઝને પ્રાધાન્ય આપવામાં આવે છે એ બાબતની નોંધ લઈ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કનેક્ટ ગુજરાતના ડિરેક્ટર યોગેશ પારિક વતી સિનિયર રિપોર્ટર મયુર મેવાડાએ સર્ટિફિકેટ અને રોકડ પુરષ્કારનો સ્વીકાર કર્યો હતો

Next Story