અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવાસ યોજનામાં ચાલતા દેહ વ્યાપારના ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કરી બાંગ્લાદેશી દલાલ સહિત ત્રણ લલનાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બાંગ્લાદેશની સરહદ પરથી ભારતમાં ઘૂષણખોરી થઇ રહી છે ત્યારે ૩ મહિલાઓને દેહવ્યાપાર માટે દલાલ બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે અમદાવાદ આવ્યો હતો અને આવાસ યોજનાના મકાનમાં મહિલાઓ સાથે દેહવ્યાપાર કરાવતો હતો જેની SOGને જાણ થતા SOGએ દલાલ સહીત ૩ મહિલાઓની ધરપકડ કરી છે.SOGને બાતમી મળી હતી કે, વસ્ત્રાલમાં આવેલ સત્યમ આવાસ યોજનાના બ્લોક નંબર 9ના ત્રીજા માળે મકાનમાં બાંગ્લાદેશી દેહવ્યાપાર ચલાવે છે જેના આધાર SOGની ટીમે રેડ કરી હતી
જ્યાંથી અગાઉ પકડાયેલ બાગ્લાદેશી નાગરિક મિલ્ટન ઇમરાન શેખ તથા ૩ મહિલાઓ મળી આવી હતી.મિલ્ટન શેખ ત્રણેય બાંગ્લાદેશી મહિલાઓને પૈસાની લાલચ આપી દેહ વ્યાપાર કરાવવા ગેરકાયદેસર રીતે ભારતમાં લાવ્યો હતો.મિલ્ટન શેખની વિરુધમાં ગુનો નોધીને SOGએ તપાસ હાથ ધરી છે. આવાસ યોજનામાં કોનું મકાન હતું તથા કોની મદદ મળતી હતી તે બાબતે SOGએ તપાસ હાથ ધરી છે.