અમદાવાદ : ગુજરાત પોલીસનું વર્તન વધુ પ્રજાલક્ષી બનશે, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પોલીસના કોર્પોરેટ ક્લાસ શરૂ…

અમદાવાદ શહેરની તાજ સ્કાય લાઈન ખાતે આજે અમદાવાદ પોલીસનો એક દિવસીય સેમિનાર યોજાયો હતો.

New Update
અમદાવાદ : ગુજરાત પોલીસનું વર્તન વધુ પ્રજાલક્ષી બનશે, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પોલીસના કોર્પોરેટ ક્લાસ શરૂ…

અમદાવાદ શહેરની સ્કાયલાઈન હોટલ ખાતે પોલીસનો એક દિવસીય સેમિનાર યોજાયો. પોલીસ પ્રજા સાથે વધુ સારું વર્તન કરી શકે તે માટે હવે રાજ્યના ગૃહ વિભાગ પોલીસ માટે કોર્પોરેટ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.જેની શરૂઆત અમદાવાદથી કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરની તાજ સ્કાય લાઈન ખાતે આજે અમદાવાદ પોલીસનો એક દિવસીય સેમિનાર યોજાયો હતો. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, શહેર સીપી સંજય શ્રીવાસ્તવ અને તમામ ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ અધિકારીઓ હાજર રહયા હતા. આ સેમિનારમાં ફરજ દરમિયાન ગુસ્સા પર કાબુ રાખીને વર્તન યોગ્ય રાખવું, મીડિયા મેનેજમેન્ટ કરવા બાબતે નિષ્ણાતો તાલીમ આપશે.કાર્યક્રમમાં ઉપસ્થિત સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પીએમનો મંત્ર છે કે 'સોનો સાથ સોનો વિકાસ' તેમાં દરેક સરકારી વિભાગનો સાથ છે પણ પોલીસ તંત્રનો સાથ સરાહનીય છે. સીએમે કટાક્ષ કરતા કહ્યું કે પોલીસ તંત્ર 1 હજાર દંડ તો લેછે પણ સામે 1000 હજારમાં જિંદગી પાછી મળે છે. કોરોનામાં તો હર્ષ સંઘવી દંડના લેવા દીધો ન હતો પણ ક્યાંક પોલીસની કામગીરી પણ બતાવવી પડે ને... સવારથી પોલીસ ઉભા હોય તો કામ બતાવવું પડે દરેક લોકોને સ્ટ્રેસ હોય પણ હસતા કામ કરવું પડે જે ગુન્હો બને છે તેના પાયામાં શું છે તે દૂર કરવામાં સફળતા મળે તો પ્રજાજનો નો સાથ પણ મળશે આ સામે હસતા હસતા પોલીસની મજબૂરી અને મજબૂતી બને ગણાવી હતી.

Latest Stories