/connect-gujarat/media/post_banners/61103bf317f681663b9214dc1f75e45dcb263cf1d4493cce7a5374ca31d85b46.jpg)
અમદાવાદના સોલામાં 1,500 કરોડ રૂપિયા ઉપરાંતની માતબર રકમથી આકાર લેનારા ઉમિયાધામનું ભુમિપુજન કરવામાં આવ્યું. અમદાવાદના સોલા વિસ્તારમાંમાં ઉમિયા ધામ આવેલ છે. ઉમિયાધામ કેમ્પસમાં સમાજના વિકાસ માટે પ્રવૃત્તિ ચાલે છે. પરંતુ હવે ઉમિયા ધામ કેમ્પસનું નવનિર્માણ થશે. કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા તરફથી સોલામાં ઉમિયા ધામ બનાવવામાં આવી રહયું છે. આ ધામનો ભુમિપુજન સમારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.
સોલા વિસ્તારમાં 74 હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત 1500 કરોડના ખર્ચે ઉમિયા ધામનું નવીનીકરણ કરાશે. જેમાં ઉમિયા માતાજીના નવા મંદિરનો પણ સમાવેશ થવા જાય છે. કડવા પાટીદાર સમાજના છાત્રો માટે 13 માળની બે અલગ અલગ હોસ્ટેલ બિલ્ડિંગનું નિર્માણ થશે. સમાજના યુવક અને યુવતીઓ માટે ઉચ્ચ પરીક્ષાઓની તૈયારીઓ માટે વ્યવસ્થા ઉભી કરાશે. પાર્કિંગ, હોલ સહિતની તમામ સુવિધાઓથી સંપન્ન ઉમિયા ધામ આગામી દિવસોમાં આર્કષણનું કેન્દ્ર બનશે.