અમદાવાદ : ભાજપના નેતાઓ અંગત સ્વાર્થ માટે નફરતની ભાષા વાપરે છે : અર્જુન મોઢવાડીયા

ડેપ્યુટી સીએમ નિતિન પટેલે હીંદુઓ અને લઘુમતીઓ વિશે કરેલા નિવેદનથી રાજકારણ ગરમાયું

New Update
અમદાવાદ : ભાજપના નેતાઓ અંગત સ્વાર્થ માટે નફરતની ભાષા વાપરે છે : અર્જુન મોઢવાડીયા

રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને તેમની પાર્ટીના નેતાઓનું સમર્થન મળ્યું છે તો કોંગ્રેસે તેમના નિવેદનને લઇ ભાજપ પર નિશાન તાકયું છે.....

ગાંધીનગરના ભારત માતાના મંદિર ખાતે આયોજીત સમારંભમાં ડેપ્યુટી સીએમ નિતિન પટેલે હીંદુઓ અને લઘુમતીઓ વિશે કરેલા નિવેદનથી રાજકારણ ગરમાયું છે. તમને જણાવી દઇએ કે, નિતિન પટેલે તેમના ભાષણમાં કહયું હતું કે, હીંદુઓની સંખ્યા ઘટી જશે તો બધુ ખેદાન મેદાન થઇ જશે. ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલાં નિતિન પટેલના નિવેદને રાજકારણમાં પલિતો ચાંપ્યો છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ નિવેદનનું સમર્થન કર્યું છે જયારે વિપક્ષ કોંગ્રેસે ટીકા કરી છે. કોંગ્રેસના પુર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, અંગત રાજકીય સ્વાર્થને સાઘવા માટે ભાજપના નેતાઓ નફરતની ભાષાનો ઉપયોગ કરી ને કાલ્પનિક ડર નો માહોલ ઉભો કરી રહ્યા છે.

Read the Next Article

અમદાવાદ : PM મોદીના જન્મદિવસ પ્રસંગે રક્તદાન અમૃત મહોત્સવ 2.0 થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

PM મોદીના જન્મદિવસ પ્રસંગે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા 'રક્તદાન અમૃત મહોત્સવ 2.૦' થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ' યોજાયો

New Update
  • PM મોદીના જન્મદિવસની ઉજવણી

  • રક્તદાન અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી

  • વિશ્વનો સૌથી મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ

  • ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કેમ્પનો કરાયો પ્રારંભ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી મોદીના 75માં જન્મદિવસ પ્રસંગે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા'રક્તદાન અમૃત મહોત્સવ 2.૦થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો'મેગા બ્લડ ડોનેશન કેમ્પયોજાયો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની દેશભરમાં લોકો અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છેત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા'રક્તદાન અમૃત મહોત્સવ 2.૦થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો'મેગા બ્લડ ડોનેશન કેમ્પયોજાયો હતો.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ કેમ્પનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કેવડાપ્રધાન  નરેન્દ્ર મોદીના'સેવા પરમો ધર્મ'ના વિઝનથી પ્રેરિત આ પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય 75 દેશોમાં 7500થી વધુ કેમ્પ દ્વારા 3 લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનો છે. આ કાર્યક્રમ સાબિત કરે છે કેજન્મદિવસ ની સાચી ઉજવણી અન્યના જીવનમાં ખુશી અને આશા લાવવાથી થાય છે.