Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અમદાવાદ મુલાકાતે, અનેક કાર્યક્રમમાં હાજરી આપશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અમદાવાદ પહોંચી ગયાં છે. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા બાદ તેઓ સાબરમતિ આશ્રમ પહોંચ્યા હતાં .

X

ચૂંટણી પડઘમ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અમદાવાદ પહોંચી ગયાં છે. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા બાદ તેઓ સાબરમતિ આશ્રમ પહોંચ્યા હતાં.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અમદાવાદ પહોંચી ગયાં છે. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા બાદ તેઓ સાબરમતિ આશ્રમ પહોંચ્યા હતાં . ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે કોઈપણ પાર્ટીએ ભાજપનો સામનો કરવો હોય તો તપસ્યા કરવી પડે. આ સ્વાગત મારું નહિ, ભાજપના વિચારોનું છે. બીજા સંગઠનમાં આ શક્ય નથી કે લોકો વહેલા ઊઠીને આ રીતે સ્વાગત કરવા આવે. કોઈ પાર્ટીએ ભાજપનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે. 1952થી આજ સુધી ભાજપને ક્યારેય પોતાનું સ્ટેન્ડ બદલવાની જરૂર નથી પડી. તેમણે એરપોર્ટ પર સરદાર પટેલના સ્ટેચ્યૂને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના ગુજરાત પ્રવાસને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજનો સુરત પ્રવાસ રદ થયો છે

જે.પી. નડ્ડાનું એરપોર્ટ પર પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ બાદ તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તો ચરખો પણ ચલાવ્યો હતો જેપી નડ્ડા આજે અનેક કાર્યક્રમમાં હાજરી આપશે સંગઠન થી લઇ મંડળની બેઠકોને માર્ગદર્શન પણ આપશે .

Next Story