Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગુજરાતમાં હાડથીજવતી ઠંડી,14 જીલ્લામાં તાપમાનનો પારો પહોંચ્યો 10 ડિગ્રીથી નીચે

ઉત્તરીય ઠંડા પવનને પગલે હાડ ગાળી નાખતી ઠંડીનો પડતાં લોકોને સીઝનની રેકોર્ડબ્રેક ઠંડી નો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં કડકડતી ઠંડીનું જોર યથાવત છે.

X

ઉત્તરીય ઠંડા પવનને પગલે હાડ ગાળી નાખતી ઠંડીનો પડતાં લોકોને સીઝનની રેકોર્ડબ્રેક ઠંડી નો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં કડકડતી ઠંડીનું જોર યથાવત છે. આજે રાજ્યના 14 શહેરમાં તાપમાન 10 ડિગ્રી થી ઓછું નોંધાયું છે. તો રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો 13.0 ડિગ્રીથી નીચે નોંધાયો છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે રાજ્યમાં આજે ઠંડીનું જોર વધારે જોવા મળી રહ્યું છે ત્યારે આજે અમદાવાદમાં સિઝનમાં ત્રીજી વખત ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેના કારણે વહેલી સવારે લોકો તાપણાનો સહારો લેવા મજબૂર થયા છે. તો મોટા ભાગના લોકો સૂર્યોદય બાદ સૂર્યના કિરણો આકરા બને એની રાહ જોઈ ઘરોમાં પુરાઇ રહેવા મજબૂર બન્યા છે. એવી જ રીતે સૂર્યાસ્તની સાથે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા કહેવાય કારણ કે નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગે હજુ બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવની શક્યતા દર્શાવી છે

Next Story