અમદાવાદ: BSFના દિલધડક કરતબ, 7 બાઇક પર 35 જવાનોએ સ્ટંટ રજૂ કર્યા

અમદાવાદમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, બીએસએફ દ્વારા દિલધડક કરતબ રજૂ કરવામાં આવ્યા.

New Update
અમદાવાદ: BSFના દિલધડક કરતબ, 7 બાઇક પર 35 જવાનોએ સ્ટંટ રજૂ કર્યા

અમદાવાદ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે બીએસએફ દ્વારા શહેરના રિવરફ્રન્ટ ખાતે ડેર ડેવિલ્સ શો કરવામાં આવ્યો હતો જેમાં બીએસએફના જવાનોએ બાઈક પર અલગ અલગ કરતબો દર્શાવ્યા હતા.

Advertisment

અમદાવાદ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડેર ડેવિલ્સ શો યોજાયો હતો.આ ડેર ડેવિલ્સ શો માટે છેલ્લા 5 દિવસથી બીએસએફ દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાતના BSFના વડા, અધિક ગૃહ સચિવ, શહેર પોલીસ કમિશનર સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.

ગૃહમંત્રીએ લીલી ઝંડી આપી ત્યારબાદ BSFના જવાનો દ્વારા કરતબો શરૂ કરવામાં આવ્યા હતા અને જવાનોએ દિલધડક કરતબો કર્યા હતા. કાર્યક્રમના અંતમાં સાત બાઈક પર 35 જવાનો ભારત દેશના ધ્વજ સાથે જોવા મળ્યા હતા બીએએસએફ જવાનોના કરતબો જોઈ દર્શકો પણ વાહ પોકારી ગયા હતા કાર્યક્રમના અંતે બીએસએફના અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisment