Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદના વેપારી સાથે ઓનલાઈન ઠગાઈ, 4 ટ્રાન્ઝેક્શનમાં રૂ. 91 હજાર કપાયા...

દિવસેને દિવસે ઓનલાઇનનો ક્રેઝ વધતો જાય છે, ત્યારે લોકો પણ હવે કેશલેસ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ મહત્વ આપી રહ્યાં છે.

અમદાવાદના વેપારી સાથે ઓનલાઈન ઠગાઈ, 4 ટ્રાન્ઝેક્શનમાં રૂ. 91 હજાર કપાયા...
X

દિવસેને દિવસે ઓનલાઇનનો ક્રેઝ વધતો જાય છે, ત્યારે લોકો પણ હવે કેશલેસ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ મહત્વ આપી રહ્યાં છે. તો બીજી તરફ, સક્રિય થયેલા સાયબર-ગઠિયાઓ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. આ સાયબર-ગઠિયાઓ સામે પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે. હાલ દેશભરની પોલીસ માટે સાયબર ફ્રોડને અટકાવવો સૌથી મોટો પડકાર છે. આ જ કારણથી દેશભરમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકોની શરૂઆત કરવામાં આવી છે.

અમદાવાદના વેપારી સાથે KYC અપડેટના નામે છેતરપિંડી થઈ છે. જેની ફરિયાદ તેમણે બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા અને સ્ટીલ રિમેલ્ટિંગનો વેપાર કરતા રમણ પોદારના ફોનમાં ગત તા. 30મી ડિસેમ્બરે મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, તમારે બેંક એકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરાવવું પડશે. આ સાથે જ મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી હતી. જેથી રમણ પોદારે એકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરવા આ લિંક ઓપન કરીને તેમાં આઈડી અને પાસવર્ડ નાખ્યો હતો. જે બાદ વેપારીએ OTP પણ નાખ્યો હતો. જે બાદ રમણ પોદારના બેંકના એકાઉન્ટમાંથી પહેલા રૂ. 49 હજાર બાદમાં, બીજા બેંકના એકાઉન્ટમાંથી રૂ. 30 હજાર, રૂ. 7 હજાર અને રૂ. 5 હજાર મળીને રૂ. 91 હજાર કપાઈ ગયા હતા. જેથી રમણપોદારને પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેઓ બોપલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સમગ્ર હકીકત જણાવી ઓનલાઈન ઠગાઈ થયાની ફરિયાદ નોંધાવી છે.

Next Story