અમદાવાદ : ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ ઓફીસમાં જ કર્યો આપઘાત, ઓઝોન ગૃપ પર કર્યા આક્ષેપો

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ તેમની ઓફીસમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

અમદાવાદ : ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ ઓફીસમાં જ કર્યો આપઘાત, ઓઝોન ગૃપ પર કર્યા આક્ષેપો
New Update

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ તેમની ઓફીસમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પહેલાં તેમણે લખેલી અંતિમ ચિઠ્ઠીમાં અમદાવાદના ઓઝોન ગૃપના સંચાલકોને તેમના મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યાં...

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ તેમની ઓફીસમાં પ્રથમ ઝેરી દવા પી લીધી હતી અને બાદમાં ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પહેલાં તેમને એક ચિઠ્ઠી લખી હતી અને તમામ મિડીયા હાઉસને મોકલી હતી. આ ચિઠ્ઠીમાં અમદાવાદના ઓઝોન ગૃપ પર ગંભીર આરોપો લગાવાયાં છે. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગામ બલદાણામાં આશરે પાંચેક લાખ વાર જગ્યામાં 'ધ તસ્કની બીચ સિટી'ના નામનો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે પણ સમય જતા વિવાદ વધ્યા હતા કંપની વતી બુકિંગમાં મધ્યસ્થી તરીકે મહેન્દ્ર ફળદુ હતાં. ઓઝોન તસ્કની કંપનીના ડાયરેક્ટરોએ જમીનના દસ્તાવેજો ન કરી આપવા પડે એ માટે મહેન્દ્ર ફળદુ તથા તેના જેવા રોકાણકારોને ખૂબ જ આર્થિક, શારીરિક, માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનો ઉલ્લેખ ચિઠ્ઠીમાં કરાયો છે. ઓઝોન ગૃપના સંચાલકોને મહેન્દ્ર ફળદુએ તેમના મોત માટે જવાબદાર ગણાવ્યાં છે..

#Gujarat #Rajkot #Connect Gujarat #cmogujarat #Ahmedabad #Ozon Group Ahmedabad #The Tuskni Beach City #Sucide #IndustrialistSucide #Tourchering #KadvaPatidar #YuviClubRajkot
Here are a few more articles:
Read the Next Article