Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પોલીસની સી ટીમ ઘરે ઘરે ફરશે, જુઓ કેમ લેવાયો પોલીસ વિભાગ દ્વારા આવો નિર્ણય

રાજ્યમાં વધતી જતી સાયબર ક્રાઇમની ઘટનાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસ દ્વારા નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે

X

રાજ્યમાં વધતી જતી સાયબર ક્રાઇમની ઘટનાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસ દ્વારા નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે જેમાં પોલીસની સી ટીમ ઘરે ઘરે ફરી મહિલાઓને સાયબર ક્રાઇમથી કઈ રીતે બચી શકાય એ અંગેની સમજૂતી આપશે.

રાજ્યમાં વધતી જતી સાયબર ક્રાઇમની ઘટનાને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને સિનિયર સિટીઝન જે સમજ્યા વગર ફોનમાં પોતાની જે માહિતી અને otp આપે છે તે બાબતમાં તેમણે સમજવામાં આવે તે માટે સી ટીમની આજે એક મિટિંગ બોલવામાં આવી હતી. જેમાં 11 એપ્રિલથી 22 એપ્રિલ સુધી એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી છે અને જે સિનિયર સિટીઝન લોકો કે જેમનું પોર્ટલ પર રજીસ્ટેશન થયેલું છે તે તમામને આ 10 દિવસમાં સી ટીમ ધ્વારા રૂબરૂ જઈને સિનિયર સિટીજઝનને સમજવામાં આવશે કે કેવી રીતે તે લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની શકે છે તેનાથી બચવા માટે શું કરવું જોઈએ તમામ બાબતેથી માહિતગાર કરવામાં આવશે.

Next Story