/connect-gujarat/media/post_banners/c5d52e034ab8df4ff64f0cdcfeb5d411a55bc4a8263b51f333883c18a6e3fca9.jpg)
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં આવી ઘટનાઓને ડામવા પોલીસની સી ટીમ એક્ટિવ થઈ અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી રહી છે.
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નાની બાળકીઓને કોઈપણ બહાને ફોસલાવી અવાવરું જગ્યાએ લઈ જઈ નરાધામો દ્વારા દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારવાની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે આવા બનાવ અમદાવાદમાં ન બને તે માટે પોલીસની સી ટીમ જે ઘણા સમયથી એક્ટિવ છે, જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી રહી છે. સી ટીમ દ્વારા મહિલાઓ, સિનિયર સીટીઝન અને નાના બાળકોની સુરક્ષા સાથે તેઓનું રક્ષણ કરવામાં આવે છે. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં સી ટીમ દ્વારા વધારે ધ્યાન રાખવા આવશે. કારણ કે, ગાંધીનગર અને સુરતમાં જે બાળકીઓ સાથે બનાવ બન્યા છે. તેવા બનાવ અમદાવાદના સ્લમ વિસ્તારમાં ન બને તે માટે સી ટીમ વધુ સક્રિય બની છે.