Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કાર્બાઈડ ફ્રી કેસર કેરી મહોત્સવના પખવાડિયાનો પ્રારંભ, રાજ્યભરના ખેડૂતો કેરીનું વેચાણ કરવા પહોચ્યા

24મી મે થી 7 જૂન સુધી કેરી મહોત્સવનું આયોજન કૃષિ મંત્રી અને મંત્રી મુકેશ પટેલના હસ્તે શુભારંભ અલગ અલગ જિલ્લામાંથી ખેડૂતો કેરી વેચવા પહોચ્યા

X

24મી મેથી 7 જૂન સુધી કેરી મહોત્સવનું આયોજન કરાયું જેમાં મહોત્સવનું ઉદ્ઘાટન રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના શુભ હસ્તે કરવામાં આવ્યું હતુ.આ કેરી મહોત્સવમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી ખેડૂતો કેરી વેચવા પોહ્ચ્યા છે

રાજ્ય સરકાર દર વર્ષે કેરી મહોત્સવનું આયોજન કરે છે ત્યારે આ વર્ષે પણ ગુજરાત સરકારના કૃષિ વિભાગના નિગમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કેસર કેરી મહોત્સવનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું 24 મે 2022 થી 7 જૂન સુધી અમદાવાદ વસ્ત્રાપુર સ્થિત હાટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું ઉદઘાટન રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના શુભ હસ્તે કરવામાં આવ્યું હતુ.આ કેરી મહોત્સવમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી ખેડૂતો કેરી વેચવા પોહ્ચ્યા છે. આ મહોત્સવમાં અમદાવાદ હાર્ટ ખાતે સૌરાષ્ટ્ર તેમજ કચ્છ જિલ્લાના ખેડૂતો દ્વારા કાર્બાઇડ ફ્રી કેસર કેરીનું અમદાવાદના લોકોને સીધું વેચાણ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે લોકોને કાર્બાઇડ મુક્ત કેરી મળે અને ખેડૂતોને સારા ભાવ મળે તે હેતુથી આવા આયોજનો થાય છે. અહીં હાજર ખેડૂતો પણ મંત્રી અને અધિકારીઓ સહિત તમામ લોકો સમક્ષ પ્રતિભાવ આપતા કહ્યું કે દલાલ અને વચેટિયાઓ ચુંગાલમાંથી તેઓ છૂટ્યા છે અને આ પ્રકારના મહોત્સવથી તેમને કેરીના સારા ભાવ મળ્યા છે.

Next Story