/connect-gujarat/media/post_banners/d2b7b8eef936f5a5abd617e34a6bb4ae0605b51ea1c4dc69198aadd2628fbea5.jpg)
ગુજરાતમાં અમદાવાદમાં વેક્સિંનમાં અગ્રેસર જોવા મળ્યું છે. અમદાવાદમાં અલગ અલગ વેક્સીન સેન્ટર પર સવારથીજ લાંબી લાઈનો જોવા મળે છે.
અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલ કોમ્યુનિટી સેન્ટર કે જ્યાં વેક્સીન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. ત્યાં સવારથી જ મોટી કતાર જોવા મળી રહી છે. આ સેન્ટર એવું છે કે જ્યા હાલમાં બન્ને કંપનીની રસી મળી રહે છે. જેને કારણે આજે સવારથીજ આ સેન્ટર પર ખુબજ લાંબી લાઈનો જોવા મળે છે. હાલમાં આ સેન્ટર પર સવારથી જ અંદાજે 300 જેટલા લોકોએ વેક્સિનના ડોઝ લીધા છે અને કુલ અંદાજે 1000 જેટલા લોકોને ડોઝ આપવામાં આવે એટલો સ્ટોક રાખવામાં આવ્યો છે.
હાલમાં વસ્ત્રાપુર વેક્સીન સેન્ટર પર બન્ને કંપની ની વેક્સીન આજથી મળી શકે છે કારણકે પહેલા માત્ર કોવેક્સિન મળતી હતી અને કોવીસીલ્ડ વેક્સીન મળતી ન હતી અને લોકો ધક્કા ખાઈ પાછા જતા હતા. ત્યારે આજથી લોકોને ધક્કા ખાવાના બંધ થઈ ગયા અને હવે બન્ને કંપની કોવેક્સિન અને કોવીસીલ્ડના ડોઝ મળી રહે છે ત્યારે વેક્સિન લેવા લોકો કતાર લગાવી રહ્યા છે.