Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ફાફડા-જલેબી ખરીદવા શહેરીજનોએ લગાવી કતાર, ભગવાન રામને પ્રિય હતી જલેબી

અમદાવાદ શહેરમાં બે વર્ષ પછી દશેરાના તહેવારની રંગત જોવા મળી હતી. સવારથી જ ફાફડા અને જલેબી ખાવા માટે લોકોએ કતાર લગાવી હતી

X

અમદાવાદ શહેરમાં બે વર્ષ પછી દશેરાના તહેવારની રંગત જોવા મળી હતી. સવારથી જ ફાફડા અને જલેબી ખાવા માટે લોકોએ કતાર લગાવી હતી. દશેરાના દિવસે અમદાવાદવાસીઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી ગયાં હતાં...

છેલ્લા નોરતા સુધી મન મૂકીને ગરબા ખેલૈયાઓ ગાતા હોય છે. ભલે રાત્રે મોડે સુધી ગરબા રમ્યાં હોય પરંતુ બીજા દિવસે વહેલા ઉઠીને ફાફડા તથા જલેબી ખાવાનો અનેરો જ ઉત્સાહ રહેતો હોય છે. વહેલી સવારથી જ તો કેટલાક આગલી રાતથી જ ફરસાણની દુકાન પહોંચી જતા હોય છે. તાજા તળેલાં ફાફડા, તીખું તમતમતું પપૈયાનું છીણ અને સાથે લાલ મરચા અને ઘીથી લથબથ જલેબી ખાવા માટે લોકો લાઈનમાં ઉભા રહી જાય છે. અહંકાર રૂપી અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ 'દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતી ફાફડા-જલેબીની જયાફત ઉડાવી રહ્યા છે. તો સાથે જ લોકો નવા વાહન, મકાન, જમીન તથા સોના-ચાંદીની ખરીદી કરી રહ્યા છે.

દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને જલેબી ખૂબ જ ભાવતી હતી. રામાયણ કાળમાં જલેબીને શશકૌલી કહેવામાં આવતી હતી. જલેબીની વાત તો જાણી? હવે સવાલ થાય કે ફાફડા જ કેમ ખવાય છે સાથે.. કારણ એ છે કે જલેબી ખૂબ મીઠી હોય છે તેથી તેની સાથે ફાફડા ખાવામાં આવે છે. અને ત્યારથી દશેરાના પર્વએ ફાફડા અને જલેબી ખાવાની પરંપરા ચાલી આવી છે.

અમદાવાદમાં આજે દશેરા પર્વની ઉજવણી પર ફાફડા જલેબી ખરીદવા સ્વાદ રસિકો ઉમટી પડયાં હતાં. જલેબી અને ફાફડા બંનેના ભાવમાં પ્રતિ કિલોના 40 થી 50 રૂપિયાનો વધારો કરાયો હોવા છતાં શહેરીજનો કરોડો રૂપિયાના ફાફડા તથા જલેબી આરોગી ગયાં હતાં.

Next Story