નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત
પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારી
મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા
ભંયકર અકસ્માત સર્જાતા 2 યુવકોના નીપજ્યાં છે મોત
ફરાર કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસ તપાસ શરૂ
અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવકોના મોત નીપજ્યાં હતા, જ્યારે ફરાર કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીBRTS બસ સ્ટેશન પાસે ગત તા. 10 ઓગસ્ટની મોડીરાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાંGJ-01-PX-9355 નંબરની મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલGJ-27-DM-9702 નંબરની કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા હતા.
ત્યારે ગંભીર ઇજાના મોપેડ પર સવાર અકરમ કુરેશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અશફાક અજમેરીને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગંભીર અકસ્માતમાં બન્ને યુવકના મોત નીપજ્યાં છે, જ્યારે અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.