/connect-gujarat/media/post_banners/c81ff2cf750378fcb2e04a6012e0158a6f04cc9087a74e8c6df83f7f4f3b9dea.jpg)
અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી ગુંસાઈજી શ્રી ગોકુલનાથજીની બૈઠક આચાર્યજીની બેઠકની અસારવા ખાતે મુલાકાત લીધી હતી.તેમણે અહીં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના નિધી સ્વરુપ નટવર લાલ શ્યામલાલ પ્રભુના દર્શન કરીને આચાર્યશ્રી વ્રજનાથજી મહારાજ અને ઉદીયમાન્ આચાર્ય ગોસ્વામી શ્રી મધુસુદનલાલજીના આશીર્વાદ પણ મેળવ્યા હતા.વૈષ્ણવોની અતૂટ શ્રધ્ધા જેમાં છે એવા શ્રી ગોપીનાથજીના દીપકજી પણ અસારવા ખાતે બિરાજે છે એના પણ દર્શન શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા હતા.અસારવા બેઠક એ 500 વર્ષથી વધુ જૂનું પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો નું શ્રધ્ધા નું કેન્દ્ર છે.વ્રજ ની બહાર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનુ આ સૌથી પ્રાચીન સ્થાન ગણાય છે.અહીં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી થી લઇને શ્રી ગુંસાઈજી ને એમના લાલન ગોકુલનાથજી પણ બિરાજ્યા છે.પુષ્ટિમાર્ગીય દિવ્ય ગુજરાતી ગ્રંથ "વલ્લભાખ્યાન" ની રચના 500 વર્ષ પૂર્વ અહીં થઈ છે .