અમદાવાદ: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે થોળ અભ્યારણ જવા માટે AMTS બસ સેવાનો પ્રારંભ

અમદાવાદથી નજીકના અંતરે આવેલ થોળ અભ્યારણ ખાતે જવા માટે અમદાવાદથી થોળ એ.એમ.ટી.એસ બસ સેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો.

New Update
અમદાવાદ: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે થોળ અભ્યારણ જવા માટે AMTS બસ સેવાનો પ્રારંભ

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાથી થોળ અભ્યારણ જવા માટે AMTS બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો

અમદાવાદથી નજીકના અંતરે આવેલ થોળ અભ્યારણ ખાતે જવા માટે અમદાવાદથી થોળ એ.એમ.ટી.એસ બસ સેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. થોળ ગામ તેના ગાયકવાડ સરકારમાં બંધાયેલા તળાવના કારણે પક્ષીપ્રેમીઓ સહિત તમામ લોકોમાં પર્યટન સ્થળ તરીકે લોકપ્રિય બની ગયું છે. થોળ ગામના વિકાસમાં સરદાર વલ્લભભાઈ પટેલનો પણ ફાળો રહેલો છે, આ બસસેવા શરૂ થવાની સાથે જ થોળ ગામ સહિત આસપાસના ગ્રામજનોને અમદાવાદ જવાનું ખૂબ જ સરળતા રહેશે. થોળ ગામ અને અમદાવાદ વચ્ચે વિકાસના કારણે અંતર પણ દિવસે દિવસે ઘટી ગયું છે.

લાલ દરવાજા ટર્મિનસથી થોળ ગામ (સરદાર ચોક) સુધી કુલ ૦૫ AMTS બસ સેવામા કાર્યરત કરવામાં આવી છે. આ ૩૦ કિલોમીટરના રૂટ ઉપર યાત્રિકોને ૩૫થી ૪૦ મિનિટે બસ ઉપલબ્ધ બનશે. મુસાફરો માટે ટિકિટની કિંમત લઘુતમ ૦૩ રૂપિયા અને મહત્તમ ૨૦ રૂપિયા પ્રારંભિક તબક્કે રાખવામાં આવી છે. અમદાવાદ શહેરની ભાગોળે આવેલા અગત્યના સ્થળો, ગ્રામ્ય વિસ્તારો સુધી AMTS બસ સુવિધા સરકારે ઉપલબ્ધ બનાવી છે.AMTS બસ સુવિધા દ્વારા આવરી લેવાતા ડભોડા હનુમાન મંદિર, અડાલજ ત્રિમંદિર, લાંભા ગામ જેવા મહત્વના સ્થળોની યાદીમાં થોળ ગામનું નામ પણ હવે ઉમેરાયું છે

Latest Stories