Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કોંગ્રેસે NCPને ઉમરેઠ-નરોડા-દેવગઢ બારીયાની ટિકિટ ફાળવી, તો કુતિયાણા અને ગોંડલ બેઠક અટવાઈ...

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ દરમ્યાન કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન અંગે બેઠક યોજાય હતી.

X

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ દરમ્યાન કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન અંગે બેઠક યોજાય હતી. આ બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમરેઠ-નરોડા-દેવગઢ બારીયા બેઠક પર NCPના ઉમેદવાર ચૂંટણી લડશે. તો કુતિયાણા અને ગોંડલ બેઠક પર સમજૂતી થઈ નથી, ત્યારે એનસીપી 3 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારશે. તેવામાં NCPનું કોંગ્રેસ સાથે દેવગઢ બારીયા-નરોડા અને ઉમરેઠ બેઠક પર ગઠબંધન કરવામાં આવ્યું છે. નરોડામાંથી NCPના સંભવિત ઉમેદવાર નિકુલસિંહ તોમરનું નામ સામે આવ્યું છે. નિકુલસિંહ અત્યારે કોંગ્રેસના મેન્ડેટ પરથી નરોડાના કોર્પોરેટર છે. જો નિકુલસિંહ NCPમાંથી જીતે તો કાનૂની સલાહ લઈને જ એક હોદ્દો છોડવા અથવા બન્ને હોદ્દા પર રહી શકે છે. NCPએ આજે આડકતરી રીતે કુતિયાણા અને ગોંડલ બેઠક પરથી પોતાના ઉમેદવાર નહિ ઉભા રાખીને કાંધલ જાડેજા અને રેશ્મા પટેલને મેન્ડેટ નહિ આપવાનો ઈશારો કરી દીધો છે, ત્યારે જયંત બોસ્કીએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કુતિયાણા બેઠકને લઈને હજુ વાતચીત ચાલી રહી છે. અને અમે 27 વર્ષના ભાજપના શાસનને ઉખેડીને ફેંકી દઈશું તેવું પણ જયંત બોસ્કીએ જણાવ્યું હતું. રાજ્યમાં અનેક સમસ્યાઓ છે, અને પ્રજા પરેશાન છે, ત્યારે આ વખતે સત્તા પરિવર્તન થશે તે નક્કી હોવાનો પણ જયંત બોસ્કીએ દાવો કર્યો હતો.

Next Story