રાજકોટના રાજવી પરિવારમાં સંપત્તિને લઇ વિવાદ થયો છે ત્યારે હવે પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ પરિવારમાં સંપત્તિએ ઝગડાના ઘર શરૂ કર્યા છે. કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ તેમના પિતાનું ગાંધીનગર સ્થિત મકાન વેચવા કાઢવા હવે ભરતસિંહ બહેને સંપત્તિમાં હિસ્સો માંગી પોતાના ભાઇને નોટીસ મોકલી છે.
વડીલોપાર્જિત સંપત્તિનો વિવાદ માત્ર મધ્યમવર્ગીય પરિવારમાં હોય છે તેવું નથી માલેતુજાર પરિવારો પણ આ સમસ્યાનો સામનો કરતાં હોય છે. રાજકોટના રાજવી પરિવારમાં મિલકતના વિવાદ બાદ હવે પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પરિવારમાં વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના પુર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીની સંપત્તિને લઇ તેમના પત્નીએ ભાગ માંગતા કેસ ચાલી રહયો છે.
હવે તેમણે ગાંધીનગરમાં આવેલાં માધવસિંહ સોલંકીની માલિકીના ઘરને વેચવા માટે કાઢતાં ભરતસિંહ સોલંકીને ખુદ તેમના બહને અલકા પટેલે નોટીસ આપી છે. નોટીસમાં જણાવાયું છે કે, મારા પિતાના મકાનમાં અને વારસાઈમાં પણ મારો સરખો ભાગ છે.અને જો મારી જાણ બહાર મિલકત વહેંચવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ મકાનમાં અશોક સોલંકી, અતુલ સોલંકી, વસુધા સોલંકી અને અલ્કા પટેલ પણ ભાગ ધરાવે છે.અને અમારી જાણ બહાર આ મકાન વેચવા કાઢવામાં આવ્યું છે.