Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: દબાણો પર બુલ્ડોઝર ચાલી રહયું હતું ત્યાં જ કોંગ્રેસનાં MLA જિગ્નેશ મેવાણી પહોંચી ગયા,પછી શું થયું જુઓ

ડિમોલેશનની કામગીરી સામે વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિરોધ કરતાં હાલ પૂરતી કામગીરી રોકવામાં આવી છે.

X

રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા એએમસી ગેરકાયદેસર દબાણો હટાવી રહી છે ત્યારે શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરા પાસે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પણ ડિમોલેશનની કામગીરી સામે વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિરોધ કરતાં હાલ પૂરતી કામગીરી રોકવામાં આવી છે.

અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવવા AMC દ્વારા અનેક પ્રોજેકટ પર કામ થઈ રહ્યું છે, ત્યારે શહેરમાં અનેક વિસ્તારોમાં મોટાપાયે દબાણ છે, તેને દૂર કરવા એએમસી સમયાંતરે કાર્યવાહી કરે છે ત્યારે આવી કાર્યવાહીના ભાગરૂપે AMCની દબાણ શાખાના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે વાડજ વિસ્તારમાં આવેલ રમાપીરના ટેકરે પહોંચ્યા હતા, અને 200 જેટલા કાચા મકાનો તોડવાની કાર્યવાહી શરૂ કરી હતી. અચાનક મકાન તોડવા આવેલ સ્ટાફને જોઈ સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો.ડીમોલેશનની ખબર મળતા જ વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ દોડી આવ્યા હતા અને એએમસીના સ્ટાફને કાર્યવાહી રોકવાની માંગ કરી હતી

પણ દબાણ વિભાગે પોતાની કાર્યવાહી ચાલુ રાખતા જીજ્ઞેશ મેવાણીએ ડે. કમિશનર સાથે સ્થળ પર વાત કરી કાર્યવાહી રોકાવી હતી. જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારના ઇશારે નાના અને ગરીબ વર્ગને હેરાન કરવામાં આવી રહ્યા છે અને બિલ્ડરો માટે જમીન ખાલી કરાવવા માટે એએમસી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન કોંગ્રેસનાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની એન્ટ્રી થતા એક તબક્કે વાતાવરણ ગરમાયું હતું ત્યારે સ્થાનિકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે તેમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ કામગીરી કરવામાં આવી રહી છે જેનો તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવે છે

Next Story