/connect-gujarat/media/post_banners/659fc5006e31b2c5cc42a781f506a30f5cb11ae932d79d8df0d65bf2ec94631d.webp)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રમુખ પદની ચૂંટણી રોમાંચક બની છે ત્યારે પ્રમુખ પદના દાવેદાર અને દિગ્ગજ નેતા શશી થરૂર આજે અમદાવાદના ગાંધી આશ્રમ પહોંચ્યા હતા જ્યાં તેમણે બાપુને નમન કર્યા હતા ત્યારબાદ હદયકુંજની મુલાકાત લીધી હતી.
શશી થરૂરે રેંટિયો પણ કાંટયો હતો.ગાંધી આશ્રમની મુલાકાત બાદ વિઝિટર બુકમાં લખ્યું હતુ કે બાપુના આશ્રમમાં આવી એક અલગ અનુભૂતિ થાય છે.ગાંધી આશ્રમની મુલાકાત બાદ તેઓ પાલડી સ્થિત કોંગ્રેસ ભવન ખાતે જવા રવાના થયા હતા જ્યાં તેઓએ પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો અને ડેલિગેટ્સ સાથે બેઠક કરી હતી અને સમર્થન માંગ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ કોંગ્રેસનાં અધ્યક્ષપદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ પણ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી