Connect Gujarat

અમદાવાદ: કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, રાજ્ય સરકાર પર પ્રહાર

X

આજરોજ અમદાવાદમાં રાજીવગાંધી કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ જેમા કોંગ્રેસ પ્રદેશ કિસાન સંઘના ચેરમેન દ્નારા સરકાર દ્વારા લગાવેલા ત્રણ એક્ટએ ખેડુત વિરોધી છે. ફાર્મિક એક્ટથી ગુજરાતના ખેડૂતો છેતરાય છે. તે અંતર્ગત આગામી 27 સપ્ટેમ્બર દ્વારા અખિલ ભારતીય કિસાન સંધ સમન્વય અને સંયુકત કિસાન સંઘ મોરચા દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. આ બંધના એલાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ ભારત બંધને સમર્થન આપ્યું છે.

કોંગ્રેસ પ્રદેશ કિસાન સંધ દ્નારા આજરોજ પ્રેસનું આયોજન કરવામાં આવ્યુ જેમાં સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે આ સરકાર ત્રણ ખેડુત વિરોધી કાયદા લાવવામાં આવ્યા છે.જે APMC એક્ટ,આવશ્ય ચીજ વસ્તુ ઘારો,ફાર્મિક એકેટ આમાં ખાસ ફાર્મિક એક્ટથી ખેડુતો છેતરાયા છે. જેમાં ખેડુતો સુપ્રીમ સુધી જવાની સ્થિતિ ઉભી થઇ છે.આવશ્યક ચીજવસ્તુથી સંગ્રહ ખોરીમાં ભારે વધારો થયો છે.જ્યારે APMC એક્ટથી ગુજરાતમાં 15 જેટલી APMC બંધ થવા જઇ રહી છે. જેમાં ગુજરાતમાં 244 APMC માંથી 114 APMCની આવકમાં ધટાડો થયો છે. ભારતમાં ખેડુતો પોતાની હકની લડાઇ માટે છેલ્લા દશ મહિનાથી દિલ્લીની સરહદ ધારણા પર છે. અનેક ખેડુતો અવસાન પામ્યા છે. તેમા છતાં સરકાર દ્નારા અવસામ પામેલા પરિવારને આશ્નાસન આપવાનો સમય નથી પણ અંબાણીના ધરે પુત્રનો જ્ન્મ થાય તો ત્યાં મીઠાઇ ખાવા જાય છે. તેથી આગામી 27 સપ્ટેમ્બર દ્વારા અખિલ ભારતીય કિસાન સંધ સમન્વય અને સંયુકત કિસાન સંધ મોરચા દ્નારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. આ બંધના એલાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્નારા આ ભારત બંધને સમર્થન આપ્યુ છે.અને તમામ ખેડુતો અમે લોકોને આ ભારત બંઘમાં જોડાવા અપીલ કરી હતી.

Next Story
Share it