Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : જાસુસીના મુદ્દે કોંગ્રેસ આક્રમક, તપાસની માંગ સાથે રાજયપાલને આપ્યું આવેદનપત્ર

વિદેશી સોફટવેરની મદદથી જાસુસીનો આક્ષેપ, નામાંકિત વ્યકતિઓના ફોનની કરાય જાસુસી.

X

કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નામાંકિત વ્યકતિઓની જાસુસી કરવાના હોવાના આક્ષેપ કેન્દ્ર સરકાર સામે થઇ રહયાં છે અને આ મુદ્દે રાજયસભા અને લોકસભામાં પણ હંગામો થઇ રહયો છે. જાસુસીકાંડ સંદર્ભમાં ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજયપાલ સાથે મુલાકાત કરી હતી.

પેગાસેસ જાસુસી કૌભાંડનો મુદ્દો દેશભરમાં તુલ પકડી રહયો છે. ખાસ કરીને આ બાબતે કોંગ્રેસે આક્રમક જણાય રહી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પર આરોપ લગાવવામાં આવ્યા છે કે તે લોકો દેશની જનતાની લોકશાહી અને પ્રાયવસી છીનવી રહ્યા છે. કેન્દ્ર સરકાર પેગાસસ સોફ્ટવેરની મદદથી અનેક લોકોના ફોન ટેપ અને હેક કરી રહી છે. ગુજરાત કોંગ્રસેના નેતાઓએ આ મામલે રાજ્યપાલને રજૂઆત કરવાંમાં આવી હતી. કોંગ્રેસ પ્રતિનિતિ મંડળે રાજ્યપાલને મળીને ન્યાયીક તપાસની માગણી કરી છે.

ગુજરાતમાં પણ 2017 અને 2020ની રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટક અને મધ્ય પ્રદેશની જેમ કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યોના ફોન પણ હેક કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયાં છે. આ મામલે સરકાર પર પ્રહારો કરતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવે તો આ સોફ્ટવેરથી કોના ફોન હેક થયા હતા તેની સાથે ક્યાં ધારાસભ્યની કેટલા રૂપિયામાં ખરીદી થઈ હતી તે બાબત પણ સામે આવશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, પેગાસેસનું કનેક્શન અમદાવાદમાં પણ છે કે નહી તે મામલે પણ તપાસ થવી જોઇએ..

Next Story