અમદાવાદ : શિક્ષણના ખાનગીકરણના વિરોધમાં કોંગ્રેસનું હલ્લાબોલ, સરકારને ગણાવી તાનાશાહ

ભાજપના સુશાસન સપ્તાહની સામે કોંગ્રેસના પણ કાર્યક્રમો, રવિવારના રોજ શિક્ષણના ખાનગીકરણ સામે નોંધાવ્યો વિરોધ

અમદાવાદ : શિક્ષણના ખાનગીકરણના વિરોધમાં કોંગ્રેસનું હલ્લાબોલ, સરકારને ગણાવી તાનાશાહ
New Update

ગુજરાત સરકાર સુશાસનના પાંચ વર્ષ ઉજવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસે પણ સરકારની ઉજવણીને સમાંતર વિરોધ કાર્યક્રમો આપવાની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે રવિવારે શિક્ષણના ખાનગીકરણના વિરોધમાં કોંગ્રેસે હલ્લાબોલ કર્યું હતું....

રાજયમાં કોરોનાની બીજી લહેર શાંત પડી નથી ત્યાં રાજકીય કોરોનાની લહેર શરૂ થઇ છે. કોરોનાના સમયમાં સુફિયાણી સલાહ આપનારા રાજકારણીઓ લોકોના ટોળા ભેગા કરી રહયાં છે. રાજયની ભાજપ સરકાર સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરી રહી છે તો કોંગ્રેસે પણ વિરોધમાં કાર્યક્રમો આપ્યાં છે. પ્રથમ દિવસે એટલે કે રવિવારના રોજ કોંગ્રેસે શિક્ષણના વ્યાપારી અને ખાનગીકરણ સામે વિરોધ નોંધાવ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં દેખાવો અને રેલી સહિતના કાર્યક્રમો યોજાયાં હતાં..

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. આ વર્ષે કોંગ્રેસની ટકકર ભાજપની સાથે આમ આદમી પાર્ટીની સામે પણ રહેશે. કોંગ્રેસ પણ ધીમે ધીમે આળસ મરડી રહી છે. શિક્ષણના ખાનગીકરણના વિરોધ પ્રદર્શનમાં હાજર રહેલાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજય સરકારની ખાનગીકરણની નિતિના કારણે રાજયમાં 6 હજાર જેટલી પ્રા. શાળાઓ બંધ થઇ ગઇ છે. ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવિષ્ટ કરવાના સરકારના નિર્ણય સામે વિરોધ થઇ રહયો છે પણ આ સરકાર કોઇનું સાંભળતી નથી..

#privatization of education #Primaryschool #Gujaratcongress #Ahmedabad #Congress #Education
Here are a few more articles:
Read the Next Article