Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગુરૂપુષ્ય નક્ષત્રમાં શુકનના સોનાની ખરીદી માટે ગ્રાહકોની ભીડ ઉમટી

શુકનના સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ, અમદાવાદની જ્વેલરી શોપમાં ગ્રાહકોની ઉમટી ભીડ

X

આજે ગુરુ પુષ્ય નક્ષત્રનો શુભગ સમન્વય સર્જાયો છે ત્યારે જ્વેલરી શોપમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી હતી. અમદાવાદની જવેલરી શોપમાં ગ્રાહકોએ શુકનનના સોનાની ખરીદી કરી હતી.

27 નક્ષત્રો માં પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે.પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ મુહૂર્ત પૈકી એક અભિજિત મુહૂર્તમાં સોનાની ખરીદી કરવામાં આવે છે.આજે ગુરુવારે પુષ્ય નક્ષત્રના દિવસે રૂ.100થી 125 કરોડના સોનાનું વેચાણ થવાનો અંદાજ છે. જેમાં રૂ.55થી 65 કરોડના એડવાન્સ બુકિંગ સોનીઓ પાસે આવી ગયા છે. જ્યારે સોનીઓએ 40 ટકા સિક્કા અને 60 ટકા લાઇટ વેટ જ્વેલરીનો સ્ટોક કરી રાખ્યો છે.શહેરમાં આમ ગત વર્ષ કરતા આ વર્ષે 70 ટકા વેચાણ વધારે થવાની આશા જ્વેલર્સ જણાવી રહ્યાં છે.ગુરુવાર અને રવિવારે પુષ્ય નક્ષત્રનું સૌથી વધુ મહત્ત્વ છે. ગુરુવારે પુષ્ય નક્ષત્ર આવે જેને ગુરુ-પુષ્ય યોગ કહેવામાં આવે છે. આ દિવસે સોનાની ખરીદી શુકનવંતી કહેવામાં આવે છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી સોનાnu ખરીદ વેચાણ થઇ શકયુ ન હતું.જેનો લાભ આ વર્ષે સોનીઓ લઇ રહ્યાં છે. શહેરમાં સોનીઓએ એડવાન્સ બુકિંગ સાથે મોટા પ્રમાણમાં સ્ટોક કર્યો છે તો સામે શહેરીજનો પણ આજે મોટાપાયે સોનાની ખરીદી કરી રહયા છે.શહેરના અનેક જ્વેલરી શો રૂમમાં એડવાન્સ બુકીંગ કરવામાં આવ્યા છે સોનુ ખરીદ કરનાર ગ્રાહકોનું પણ કહેવું છે કે આજે સારો યોગ છે તેથી આજે સોનાની ખરીદી કરવામાં આવી રહી છે.

ગત વર્ષે કોરોનાને કારણે રૂ.30થી 40 કરોડના સોનાનું વેચાણ થયું હતું. જ્યારે આ વર્ષે એડવાન્સ બુકિંગ જોવા માટે પુષ્ય નક્ષત્રના દિવસે રૂ.100થી 125 કરોડનું વેચાણ થવાની આશા છે.સામાન્ય રીતે નવો ટ્રેન્ડ જોઈએ તો ગત વર્ષે લગડીનું વેચાણ વધારે હોવાથી બુલિયન વેપારીઓ આ વર્ષે બુલિયનનું વેચાણ વધારે થશે તેવી આશા રાખી રહ્યા છે.બીજું આ વર્ષે પાછલા વર્ષો કરતાં ભાવ ઘટયા છે અને સ્થિતિ પણ નોર્મલ થઇ છે જેને કારણે વેપારીઓ પણ ખુશ છે આમ દિવાળી પહેલા સોની વેપારીઓ માટે સારા સમાચાર છે બીજીબાજુ સામાન્ય જનતા પણ ખરીદી કરવા બહાર નીકળી છે.https://youtu.be/JGNwn6H2nIw

Next Story