Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: દેવગઢબારિયા બેઠક ને લઈ NCPમાં વિવાદ, જયંત બૉસ્કીએ કરોડો રૂપિયા લીધા હોવાનો આક્ષેપ

ગુજરાતમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે 3 બેઠકને લઈ ગઠબંધન કરવામાં આવ્યું હતું પણ 3 બેઠકમાંથી 2 બેઠક નરોડા અને દેવગઢ બારિયા પરથી ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા વિવાદ સર્જાયો છે.

X

ગુજરાતમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે 3 બેઠકને લઈ ગઠબંધન કરવામાં આવ્યું હતું પણ 3 બેઠકમાંથી 2 બેઠક નરોડા અને દેવગઢ બારિયા પરથી ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા વિવાદ સર્જાયો છે.ખુદ એનસીપીના હોદેદારોએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી પર કરોડો રૂપિયા લઈ લેવાના ગંભીર આક્ષેપ કર્યા છે

રાજ્યમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે એનસીપીમાં વિવાદ સામે આવ્યો છે.કોંગ્રેસ સાથેના ગઠબંધનમાં એનસીપીને ઉમરેઠ,અમદાવાદની નરોડા અને દેવગઢ બારિયા બેઠક ફાળવવામાં આવી હતી. આ બેઠક પર ઉમેદવારે ફોર્મ પણ ભર્યા હતા પરંતુ છેલ્લા દિવસે ફોર્મ પરત ખેંચી લેતા હવે મુકાબલો આપ અને ભાજપ વચ્ચે રહી ગયો ત્યારે હવે ખુદ એનસીપીના હોદેદારો કાર્યકારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત બૉસ્કી પર પૈસા લેવાનો આરોપ લગાવી રહ્યા છે.

હોદેદારોના દાવા મુજબ દેવગઢ બારિયામાં જે ઉમેદવાર હતા તે ભાજપના કાર્યકર હતા અને ભાજપને જીતાડવા માટે પ્રી પ્લાનિંગ ટિકિટ આપવામાં આવી હતી અને છેલ્લા દિવસે ફોર્મ પરત ખેંચી લીધું હતું તેની પાછળ જયંત બોસ્કી જવાબદાર છે તેવો સીધો આરોપ લગાવ્યો હતો

Next Story