અમદાવાદ: કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કુલર મુકાયા, ખોરાકમાં તરબૂચ-શક્કરટેટી પણ અપાશે

અમદાવાદના કાંકરીયા પ્રાણીસંગ્રહાલયમાં અંગ દઝાડતી ગરમીમાં પ્રાણીઓને ઠંડક મળી રહે એ માટે કુલર મૂકવામાં આવ્યા છે

અમદાવાદ: કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કુલર મુકાયા, ખોરાકમાં તરબૂચ-શક્કરટેટી પણ અપાશે
New Update

અમદાવાદના કાંકરીયા પ્રાણીસંગ્રહાલયમાં અંગ દઝાડતી ગરમીમાં પ્રાણીઓને ઠંડક મળી રહે એ માટે કુલર મૂકવામાં આવ્યા છે ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં 42 ડિગ્રી સુધી તાપમાન નોંધાય રહ્યું છે. લોકો હવે આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. ઉનાળામાં પ્રાણીઓને પણ ગરમીથી બચાવવા માટે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે.

જ્યારે નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવી છે, જેથી પ્રાણીઓને ગરમી લાગે નહીં. કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં સતત પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે જેના કારણે ઠંડક રહે અને પ્રાણીઓને ગરમીમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

#summer season #Ahmedabad #animals #Kankaria Zoo #Kankaria Zoo Amdavad #Gujarat Zoo #કાંકરિયા પ્રાણી સંગ્રહાલય #Amdavad Zoo #પ્રાણીસંગ્રહાલય
Here are a few more articles:
Read the Next Article