Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ગોલ્ડ-સિલ્વર B2B એક્ઝિબિશનનું ઉદઘાટન કરાયું...

અમદાવાદ ખાતે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ 3 દિવસ સુધી ચાલનાર ગોલ્ડ આર્ટ જ્વેલરી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું.

X

અમદાવાદ ખાતે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ 3 દિવસ સુધી ચાલનાર ગોલ્ડ આર્ટ જ્વેલરી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એક્ઝિબિશન માણેકચોક ગોલ્ડ-સિલ્વર ઓર્નામેન્ટ્સ એસોસિએશનના સહયોગથી ફક્ત B2B જ્વેલર્સ-ઓર્નામેન્ટ્સ માટે યોજાય રહ્યું છે.

અમદાવાદના માણેકચોક ગોલ્ડ-સિલ્વર ઓર્નામેન્ટ્સ એસોસિએશનના સહયોગથી 3 દિવસ સુધી આયોજિત ગોલ્ડ આર્ટ જ્વેલરી એક્ઝિબિશનનું રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં 132 જેટલા સોના-ચાંદીના વેપારીઓએ ભાગ લીધો છે. મંત્રી જગદીશ વિશ્વકર્માએ એક્ઝિબિશનના તમામ સિલ્વર-ગોલ્ડ જ્વેલરી સ્ટોલની મુલાકાત લીધી હતી. આ એક્ઝિબિશનમાં શહેર ઉપરાંત બહારના અનેક જ્વેલરી શોરૂમ દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો છે. આ એક્ઝિબિશનને સામાન્ય જનતા પણ નિહાળી શકશે. અહીં મોતી કામ, ડાયમંડ વર્ક, હાથ કારીગરી સહિતના સોના-ચાંદીના સેટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ગોલ્ડ-સિલ્વર ઓર્નામેન્ટ્સની કારીગરી લોકો સુધી પહોચે તેમજ આજના સમયની સાથે કેટલો બદલાવ આવ્યો છે, તેવા ઉદ્દેશ્ય સાથે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story