અમદાવાદ: કોરોના ઇફેક્ટ,AMTS-BRTS બસમાં 50% કેપેસિટી સાથે જ મુસાફરી કરી શકાશે

ગુજરતામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે.

અમદાવાદ: કોરોના ઇફેક્ટ,AMTS-BRTS બસમાં 50% કેપેસિટી સાથે જ મુસાફરી કરી શકાશે
New Update

ગુજરતામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. જેને લઈને કોર્પોરેશનને મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવાના 50% કેપેસીટી સાથે હવે પ્રવાસીઓ પ્રવાસ કરવાનો રહેશે

કોરોનાના કેસ વધતા અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી કોર્પોરેશને જાહેરાત કરી કે AMTS અને BRTS માં 50 ટકા કેપેસીટી સાથે સવારી કરવાની રહેશે અને બસમાં સવારી કરતા પહેલા વેકિસનના બીજો ડોઝ સમય થયો હશે અને વેકિસન નહી લીધી હોય તેવા વ્યક્તિ પ્રવેશ આપવામા આવશે નહી. કમિશનર લોચન સહેરાએ વર્ચ્યુલ બેઠક એએમસી અધિકારીઓ સાથે યોજી હતી. જેમાં શહેરમાં કોરોના કેસ વધવા પર ચિંતા વ્યક્ત કરી હતી. હાલમાં AMTSની 580 બસો અને BRTSની 350 બસો મળી કુલ 930 બસો સંચાલનમાં મુકવામાં આવે છે. જે રાબેતા મુજબ ચાલુ રહેશે. વર્તમાન સમયમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી 50% સીટીંગ કેપેસીટી સાથે તા.6-1-2022થી બસો સંચાલનમાં મુકવામાં આવનાર છે. એએમટીએસ, બીઆરટીએસ બસની કેપેસીટી 50% સીટીંગ પ્રવાસીઓ જ લેવામાં આવશે અને દરેક પ્રવાસીએ માસ્ક ફરજીયાત પહેરેલુ હોવુ જોઈએ.

#Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #Corona Virus #Corona effect #AMTS-BRTS #bus news #50% capacity #Ahmedabad City Bus
Here are a few more articles:
Read the Next Article