Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ઐતિહાસિક રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ,પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરાયું

રથયાત્રા પૂર્વે સમગ્ર રૂટ પર અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

અમદાવાદ શહેરમાં ફરી એકવાર ઐતિહાસિક રથયાત્રા ધામધૂમથી નીકળવા માટેની તૈયારીઓ નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.1 જુલાઈ 2022ના રોજ નીકળનારી રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા શનિવારે રાત્રે સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું..અમદાવાદ: ઐતિહાસિક રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ,પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરાયું

અમદાવાદમા યોજાતી રથયાત્રા સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે ત્યારે રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોલીસ કમરકસી રહી છે. રથયાત્રા પૂર્વે સમગ્ર રૂટ પર અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના તમામ અધિકારીઓ જેસીપી, ડીસીપી, એસીપી, અને પીઆઇ હાજર રહ્યા હતા. રથયાત્રા પૂર્વે ગુનેગારોમાં ચોક્કસ પ્રકારનો મેસેજ પહોંચે અને તહેવાર દરમિયાન સુલેહ શાંતિ ભંગ ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે પૂર્વ તૈયારી આદરી છે.

તમામ વિસ્તારના પી.આઈને તેમના વિસ્તારમાં આવતી રથયાત્રાનો મેપ લઈને બોલાવ્યા હતા અને તેમના વિસ્તારમાં જ્યારે કાફલો પોહ્ચે ત્યારે તમને સમજવાનું કામ તે પી.આઈ ને કરવાનું રહે છે. આવનારી રથયાત્રા સુખદ રહે અને કોઈપણ પ્રકારના સુલેહ શાંતિ ભંગ વિના જનતા ઐતિહાસિક રથયાત્રાનો લાભ લઇ શકે તે બાબતે તૈયારીઓ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

Next Story