Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: દેશના પ્રથમ આઇકોનિક પેડેસ્ટેરીયન બ્રિજનું આવતીકાલે PM નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ

સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર થયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ફુટ ઓવર બ્રિજનું 27મી ઓગષ્ટે PM મોદી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવશે.

X

સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર થયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ફુટ ઓવર બ્રિજનું 27મી ઓગષ્ટે PM મોદી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવશે. દેશની ઓળખ બનવા જઈ રહેલો આઇકોનિક ગણાતો આ ફૂટ ઓવર બ્રિજ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

અમદાવાદની ઓળખ બનેલા અને સાબરમતી રિવરફ્રન્ટની શોભામાં ચાર ચાંદ લગાવતો ફુટ ઓવર બ્રિજ હાલ બનીને સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. આગામી 27-28મી ઓગષ્ટે PM મોદી ગુજરાત આવવાના છે ત્યારે 27મી ઓગષ્ટે તેઓ આ બ્રીજનું ઈ-લોકાર્પણ કરી લોકો માટે તેને ખુલ્લો મુકશે.300 મીટરની લંબાઈ ધરાવતા ફૂટ ઓવર બ્રિજને PM મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. અમદાવાદની ઓળખ બની ચૂકેલા આ આઈકોનિક ફૂટ ઓવર બ્રિજને અટલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ પર આ પ્રકારની ડિઝાઈન ધરાવતો આ દેશનો પ્રથમ ફૂટ ઓવરબ્રિજ છે. અમદાવાદ રિવરફ્ન્ટની શાન સમાન ફૂટ ઓવર બ્રિજની ડિઝાઈન આકર્ષણનું કેન્દ્ર બની છે.2100 મેટ્રિક ટન ઓવર બ્રિજની લંબાઈ 300 મીટર અને પહોળાઈ 100 મીટરની છે.

આ ફૂટ ઓવર બ્રિજ પર RCCનું ફ્લોરિંગ અને સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા કરાઈ છે. બ્રિજના છેડે પતંગ આકારના સ્કલ્પચર તૈયાર કરાયા છે. બ્રિજના વચ્ચેના ભાગમાં મુલાકાતીઓ બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ બ્રિજ પર કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ ગોઠવવામાં આવી છે. મુલાકાતીઓ સરળતાથી આવ-જા કરી શકે તે માટે બંને છેડે મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા રખાઈ છે. સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડતા બ્રિજનો એરિયલ વ્યૂ જાયન્ટ ફિશ જેવો લાગે છે. આ બ્રિજ પર આર્ટકલ્ચર ગેલેરી પણ ઉભી કરાશે.

Next Story