New Update
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરખેજ નજીકથી ઇકો કારના ટાયરમાંથી એમડી ડ્રગ્સ છુપાવીને વેપલો કરવાની ઘટનાનો પર્દાફાશ કર્યો છે.પોલીસે એક કરોડનું ડ્રગ્સ જપ્ત કરવાની સાથે બે વ્યક્તિઓની ધરપકડ પણ કરી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જયપુર-રતલામ રૂટથી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હતો. ડ્રગ્સ માફિયાએ આ વખતે નવો જ કસબ અજમાવ્યો હતો.અને આ તરકીબ ને જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઈ હતી. કોઇએ પણ વિચાર્યું ન હોય એમ ઇકો કારના ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચે ઈકો કારની તલાશી લેતા ટાયર ખોલીને જોયું તો ઘટના સ્થળે હાજર સ્ટાફમાં કુતુહલ સર્જાઈ ગયું હતું. અને ક્રાઇમ બ્રાન્ચને 1 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. ક્રાઇમ બ્રાન્ચે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુવાદી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ડ્રગ્સ પહોંચાડનાર અતિક નામનો આરોપી ફરાર થઇ ગયો હતો.
Latest Stories