શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે સમીક્ષા
પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાઈ ક્રાઇમ કોન્ફરન્સ
પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાઇ કોન્ફરન્સ
કાયદો અને વ્યવસ્થા અંગે કરાઈ સમીક્ષા
એસીપી, ડીસીપી,સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
અમદાવાદ શહેરમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ કમિશનર જી.એસ.મલિકના અધ્યક્ષસ્થાને ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં કાયદો અને વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેર એસીપી, ડીસીપી, અને તમામ પોલીસ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં શહેર પોલીસની કામગીરી, શહેરમાં બનેલ ગુનાઓ તેમજ સીસીટીવી કેમેરા લગાવવાના પ્રોજેકટને લઈ સમીક્ષા કરવામાં આવી હતી.
આ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ દ્વારા કેમેરાનું મહત્વ સમજાવતા હાલ જૂન 2025 સુધી લોક ભાગીદારીથી આશરે 22 હજાર ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે,અને પ્રોજેકટ 2 મુજબ સીસીટીવીની ફીડ લોકલ પોલીસ સ્ટેશન અને કન્ટ્રોલ રૂમમાં મળી શકે તે માટેની સ્થિતિ જોતા હાલ 3088 સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન અને 2963 કંટ્રોલ રૂમને મળી રહી છે. સીસીટીવીના લીધે ચોરી, લૂંટ જેવા ગુનાઓને ઉકેલવામાં પોલીસને ઘણી સફળતાઓ મળી છે. એટલે એમ કહી શકાય કે 100% પોલીસનું ડિટેક્શન જોવા મળી રહ્યું છે.ત્યારે ક્રાઈમ કોન્ફરન્સમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સમીક્ષા કરવામાં આવી હતી.અને પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી.