Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ સાઇબર ક્રાઈમને મળી મોટી સફળતા, ઉત્તરપ્રદેશમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપી પાડ્યું..!

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશના વડાપ્રધાન મેચ જોવા આવવાના હતા,

X

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગત તા. 8 માર્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં સ્ટેડિયમમાં નહીં જવા માટે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંગ પુન્નુના નામે લોકોને ધમકી આપવાની ઘટનામાં સાઇબર ક્રાઈમે ઉત્તરપ્રદેશના મોદી નગરમાંથી વધુ એક ટેલિફોન એક્સચેન્જ ઝડપી પાડ્યું છે.

ગત તા. 8 માર્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશના વડાપ્રધાન મેચ જોવા આવવાના હતા, જેથી મેચની આગલી રાતે જ ગુરપતવંત સિંગ પુન્નુના વોઈસ રેકોર્ડિંગવાળો મેસેજ અને કોલ ગુજરાતના ઘણા બધા લોકો પર ગયો હતા, જેમાં કોઈને પણ મેચ જોવા સ્ટેડિયમમાં નહીં જવા માટે ધમકી આપવામાં આવી હતી, જેના આધારે અમદાવાદ સાઈબર ક્રાઈમની ટીમે મધ્યપ્રદેશના ભાડાના મકામાં ગેરકાયદે ઊભું કરાયેલું ટેલિફોન એક્સચેન્જ ઝડપી પાડ્યું હતું. ગુરપતવંત સિંગ પુન્નુના અવાજમાં વોઈસ રેકોર્ડિંગ કોલના આધારે ધમકી આપનારા 2 આરોપીની પોલીસે અગાઉ મધ્યપ્રદેશથી ધરપકડ કરી ટેલિફોન એક્સચેન્જ પકડી પાડ્યું હતું. જોકે, આ 2 આરોપી પકડાઈ જતા અન્ય આરોપીઓએ ટેલિફોન એક્સચેન્જની જગ્યા ઉત્તરપ્રદેશના મણાવા વિસ્તારથી બદલીને મોદી નગરમાં બનાવી હતી. અમદાવાદ સાઈબર ક્રાઈમે 3 સીમબોક્સ, 3 રાઉટર અને 3 મોબાઇલ ફોન સહિત મકાનમાંથી એક પણ વ્યક્તિની પણ અટકાયત કરી હતી. ટેલિફોન એક્ચેન્જ બનાવનારા બન્ને આરોપી પૈકી રાહુલ ધો. 12, જ્યારે નરેન્દ્રએ ધો. 8 સુધીનો અભ્યાસ કર્યો છે. ટેલિફોન એક્સચેન્જ ઊભું કરવા માટે બન્નેએ 11 સીમ બોક્સ તેમજ સીમ કાર્ડ સહિતની ચીજવસ્તુઓની મુંબઈથી ખરીદી કરી હતી, જેના માટે તેમણે 1100 કરતાં પણ વધુ સીમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. આથી આ ટેલિફોન એક્સચેન્જનો ઉપયોગ કયા કયા હેતુસર કરવામાં આવતો હતો તે દિશામાં હાલ તો અમદાવાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Next Story