જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીમાં અમદાવાદમા ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહયો છે.
અમદાવાદમાં થોડા દિવસ પહેલા એવી સ્થિતિ હતી કે, ફુલ બજારમાં વ્યાપક મંદી હતી. ફુલોનાપુરતા ભાવ ન મળવાને કારણે ખેડુતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. હવે નવરાત્રી મહોત્સવ આવતાંની સાથે ફૂલ બજારમાં તેજી જોવા મળી રહી છે. જો કે આર્ટિફીશીયલ ફૂલના કારણે ફૂલની માંગમાં ઘટાડો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. આ વર્ષે વરસાદ સારો છે જેના કારણે માંગ કરતાં વધારે ફૂલોની આવક છે જેથી ભાવ વધારો થયો નથી. ગુલાબ 200 રૂપિયે કિલો અને ગલગોટા 60 રૂપિયે કિલો વેચાય રહ્યા છે પરંતુ આર્ટિફિશિયલ ફૂલ ના કારણે 80 ટકા વેપાર ઓછો થઈ ગયો છે એવું વેપારીઓ જણાવી રહ્યા છે.