ધનતેરસના દિવસે એકસાથે પાંચ શુભ યોગ બની રહ્યા છે. આસો મહિનાના વદ પક્ષની તેરસ તિથિ, એટલે ધનતેરસના દિવસે ઘરમાં ખરીદી કરવાની પણ પરંપરા છે. આ વખતે દિવાળી દેવી લક્ષ્મી અને નારાયણની આરાધના સાથે ખરીદદારી માટે પણ શુભ છે અમદાવાદ ભાજપ દ્વારા આજે શહેર કાર્યાલય ખાતે ધન્વન્તરીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ધનતેરસના દિવસે શિવજી, લક્ષ્મીજી, કુબેર દેવ, ભગવાન ધન્વંતરિની ખાસ પૂજા કરવામાં આવે છે ધન્વંતરિ આયુર્વેદના દેવતા છે. આ દિવસે કુબેર દેવની પૂજા ધન અને સમૃદ્ધિની કામના સાથે અને ભગવાન ધન્વંતરિની પૂજા સારા સ્વાસ્થ્યની કામના માટે કરવામાં આવે છે કહેવાય છે કે સમુદ્ર મંથનના અંતમાં આ તિથિએ ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હતાં. ભાજપ ચિકિત્સા સેલ દ્વારા ભગવાન ધન્વંતરિની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પૂજામાં ભાજપના સંગઠન મંત્રી રત્નાકર અને શહેર ભાજપના વરિષ્ઠ હોદેદારો હાજર રહયા હતા બ્રાહ્મણોએ મંત્રોચાર વચ્ચે આ પૂજા સંપન્ન કરાવી હતી.
અમદાવાદ : ભાજપના શહેર કાર્યાલય ખાતે ધન્વંતરી પુજા કરવામાં આવી
ધનતેરસના પર્વની પરંપરા નિભાવવામાં આવી, દીપોત્સવીના તહેવારની ઉજવણીનો થયો પ્રારંભ
New Update
Latest Stories