અમદાવાદમાં કોરોના મહામારી બાદ હવે ઋતુજન્ય રોગચાળો વકરી રહયો છે. એક જ મહિનામાં પાણિયાને મરછરજન્ય રોગના 1814 કેસ નોંધાયા છે જેના પગલે આરોગ્ય વિભાગ દોડતુ થયું હતુ.
રાજ્યમાં કોરોના મહામારી પછી હવે ચોમાસાની શરૂઆત બાદ અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બની રહ્યો છે. જેમાં માત્ર 35 દિવસમાં ડેન્ગ્યુ, મેલેરિયા , ટાઈફોઈડ અને ચિકનગુનિયા જેવા રોગોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર આંકડા મુજબ ઓગસ્ટ મહિનામાં ઝાડા-ઉલટી કમળા,મેલેરિયા,ડેન્ગ્યુ ,ટાઇફોઇડ અને ચિકનગુનિયા સહિતના રોગોના 1814 કેશ નોંધાયા છે.
જેથી સરકારી હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલ ઉભરાઈ ગઈ છે.તથા ઓપીડી કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.માત્ર 35 દિવસમાં ડેન્ગ્યૂ,મલેરિયા,ચિકનગુનિયા, ટાઇફોઇડ જેવા રોગોના સરકારી તથા ખાનગી દવાખાનામાં ઓપીડી કેસ આવ્યા છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર આંકડા મુજબ, ઓગસ્ટ મહિનામાં ઝાડા-ઊલટી, કમળો,ટાઇફોઇડ, ડેન્ગ્યુ, તથા ચિકનગુનિયાના સહિત રોગોના 1814 કેસ નોંધાયા છે. જેમાં માત્ર કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં રોજની બે હજાર કેસ ઓપીડી નોંધાય છે.
આમ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓ રોગચાળાના આંકડા અને વાસ્તવિકતા અમદાવાદની પ્રજાથી છુપાવી રહ્યા છે. તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. તથા અધિકારીઓ પોતાની ચેમ્બરમાંથી ફિલ્ડ વર્ક માં જતા નથી તેવા આક્ષેપો જનતા દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે રોગચાળા પર અંકુશ લાવવા માટે મ્યુનિ.ના સાતેય ઝોનમાં એક એક ડેપ્યુટી હેલ્થ ઓફિસર નિમણૂક કરાઈ છે.