અમદાવાદ : ખોખરાના બજારોમાં સેનીટાઇઝર અને માસ્કનું વિતરણ, હજી પણ સાવચેતી જરૂરી

કોરોનાથી હજી સાવચેત રહેવું છે જરૂરી, ખોખરા પોલીસ સ્ટેશન તરફથી યોજાયો કાર્યક્રમ

અમદાવાદ : ખોખરાના બજારોમાં સેનીટાઇઝર અને માસ્કનું વિતરણ, હજી પણ સાવચેતી જરૂરી
New Update

અમદાવાદમાં દિવાળીના પર્વની ખરીદી માટે લોકો બહાર નીકળી રહયાં છે પણ મોટાભાગના લોકો માસ્ક પહેરતા નહિ હોવાથી સંક્રમણનો ખતરો રહેલો છે. આવામાં અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશન તરફથી ખરીદી માટે આવતાં લોકોને વિનામુલ્યે માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ કરાયું.

રાજ્યમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થવાના આરે છે સરકાર દ્વારા પણ અનેક છૂટછાટ આપવામાં આવી છે ત્યારે નાગરિકો પણ હવે કોરોના જતો રહ્યો હોઈ તેમ બે ધ્યાન બન્યા છે ત્યારે અમદાવાદના શહેરમાં ખોખરા પોલીસ સ્ટેશન અને ખોખરા યુથ ફેડરેશન દ્વારા મુખ્ય બજારોમાં સેનેટાઈઝ ની બોટલો અને માસ્કનું વિતરણ કરાયું હતું. દિવાળીમાં ખરીદી માટે ઉમટી રહેલી ભીડ ને ધ્યાન મા રાખી ફેરિયાઓ, વેપારીઓ તેમજ ખરીદી કરવા આવતા નાગરિકોને હજી પણ કોરોનાથી સાવધ રહેવા તાકીદ કરાય હતી. ખાખરાના પીઆઇ વાય.એસ.ગામિત, પીએસઆઇ હડીયા તથા શી ટીમના જવાનોએ મુખ્ય બજારમાં જઇ સેનીટાઇઝર તથા માસ્કનું વિતરણ કર્યું હતું. ખોખરા યુથ ફેડરેશનના આગેવાન અને કોર્પોરેટર કમલેશ પટેલ સાથે સંસ્થાના કાર્યકરો પણ આ જાગૃતિ અભિયાનમાં સહભાગી બન્યાં હતાં.

#Ahmedabad #Distribution #Ahmedabad Police #Masks #Connect Gujarat News #Khokhra #Sanitizers #Khokhra Youth Fedration
Here are a few more articles:
Read the Next Article