Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ઓનલાઇન જુગારમાં બરબાદ થયો ડોક્ટર, દેવું ભરવા ચોંકાવનારી ઘટનાને આપ્યો અંજામ,જુઓ શું મામલો

પોકર ગેમમાં રૂપિયા હારી જવાથી પોતાના અપહરણ થયું હોવાનું તરકટ રચનારા ડોક્ટરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાઉથ બોપલ વિસ્તારમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

અમદાવાદમાં પોકર ગેમમાં રૂપિયા હારી જવાથી પોતાના અપહરણ થયું હોવાનું તરકટ રચનારા ડોક્ટરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાઉથ બોપલ વિસ્તારમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ મળ્યો હતો. જેમાં એક ડોક્ટરનું અપહરણ થયું હોવાનો મેસેજ સ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો. અપહરણ ખોખરા વિસ્તારમાં રહેતા અને આંખની હોસ્પિટલ ચલાવતા ડોક્ટરનું થયું હતું.

અપહરણકર્તાઓએ રૂપિયા 15 લાખની ખંડણી માંગી હતી. સમગ્ર બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પણ સમગ્ર કેસમાં તપાસમાં જોડાઈ હતી . જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબરનું લોકેશન ટ્રેસ કરવાની કામગીરી પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી દીધી હતી. જેમાં ડો સંકેત શાહ નું અપહરણ થયું છે. તેમના જ મોબાઈલ નંબર પરથી તેમના પિતાના મોબાઈલ નંબર ઉપર એક ફોન આવ્યો હતો. અને બાદમાં અલગ-અલગ મેસેજ પણ આવ્યા હતા.

જેમાં મારા દીકરાનું અપહરણ થયું છે. અને રૂપિયા 15 લાખ તૈયાર રાખજો તેવી ગર્ભિત ચીમકી ભર્યા મેસેજ પણ કરવામાં આવ્યા હતા. આ તમામ બાબતો નો ટેકનીકલ એનાલીસીસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં શરૂ કરી દીધું હતું.અને ડો સંકેત શાહને શોધી કાઢ્યા હતા પણ જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો હકીકતે બધાને ચોંકાવી દીધા હતા ક્રાઇમ બ્રાન્ચના કહેવા મુજબ પોતાનું અપહરણનું તરકટ રચવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે ડો સંકેત શાહ ઓનલાઇન પર ગેમમાં જુગાર રમતો હતો અને હારી જતા તેણે પોતાના જ પિતા પાસેથી પૈસા મેળવવા માટે આ પ્રકારનો ગુનો આચાર્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ રજૂ કરી હતી.

વધુ એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી હતી કે વર્ષ 2015 થી 2019 દરમીયાન બેંગ્લોરમાં મેડિકલમાં અભ્યાસ કરતા હતા તે સમયે પણ પોકર ગેમમાં રૂપિયા હારી જતા પોતાના જ ડોક્ટર મિત્રો પાસેથી ૨૬લાખ 50 હજારરૂપિયા ઉછીના લીધા હતા.

Next Story